________________
[ ૨૭૨ ]
શ્રી કરવિજયજી સૂત્રમાં આરાધક કહેલ છે. આજ્ઞામાં જ દયા વખાણું છે. બાકી બીજે સ્વમત પિષવામાં દયા કહી નથી. એમ જાણુને વિવેકથી વિચાર કરશે તે કુમતની ખેંચતાણ રહેશે નહીં.
૧૫ જિનરાજ ભગવંતની પ્રતિમાને સાક્ષાત જિનરાજ સમાન રાયપણું સૂત્રમાં પ્રગટ પાઠથી બતાવી છે. ભગવતી સૂત્રમાં તથા ઉવવાઈ સૂત્રમાં જિનચૈત્યનું શરણ ગ્રાના કેટલાએક દાખલા દેખાય છે. જીવાભિગમ સૂત્રમાં વિસતારથી વિજયદેવની વાત અને સૂર્યાભદેવની વાત રાયપણુંસૂત્રમાં આવે છે. એવા દાખલા સૂત્રોમાં ઠેર ઠેર દેખાય છે તેમ છતાં તેને પ્રમાણરૂપ ન માને તે તેને કુમતિના જે શકતા-ધૃષ્ટતાધારી સમજવો.
૧૬ સમકિતી દેવ જિનરાજ પ્રભુની ભાવથી ભક્તિ કરે છે. એકાવતારી (એક મનુષ્ય ભવના અંતરે મેક્ષે જનાર) ઈન્દ્રની આગળ એવા સમકિતી દેવ વિનયથી નમી, કર્તવ્ય સંબંધી પૃચ્છા કરતાં ઇંદ્ર તેઓને પ્રભુપૂજાનું ફળ મોક્ષદાયક છે તેમ જણાવે છે. ઇદ્રને પણ પ્રભુપૂજા અતિવ રુચે છે. વિદ્યાચારણ ને જંઘાચારણ મુનિવરો સ્વલબ્ધિબળે નંદીશ્વર અને રૂચકાદિક દ્વીપના શાશ્વત એની યાત્રા કરીને મનના મોહને વમે છે-દૂર કરે છે ને સમકિતને ઉજવળ કરે છે તેમજ જિનપ્રતિમાની આકૃતિવાળા કઈ મચ્છને દેખી, બીજા હળુકમ મચ્છ જાતિસ્મરણ જ્ઞાનને સમકિત પામી મિથ્યાત્વને દૂર કરી શકે છે.
૧૭ દયામાં જ ધર્મ અને ધર્મમાં જ દયાભાવ વખા છે. દયા અને ધર્મ એ અન્યાને ભેગા જ જાણવા, જુદા ન