________________
[૨૬૬ ].
શ્રી કપૂરવિજયજી ગણાતા અગ્રેસર-નાયકે તેની અવનતિનાં ખરાં કારણે તપાસવા અને તે બનતી તાકીદે દૂર કરવા કરશી પરવા ન કરે, ઉપેક્ષા કરે તે તેમને કેટલું બધું લજજાસ્પદ લેખવા ગ્ય છે? અત્યારે જ્યાં ત્યાં સંઘ-સમાજના ગણાતા નાયકેમાં સત્તાપ્રિયતા વધી ગયેલી હોય છે, તેથી જ બહુધા તે નથી કોઈને નમતું આપી શક્તા ને નથી કેઈ નિઃસ્વાર્થ સેવાને પણ સ્વીકારી શકતા, કે નથી તેમનાં હિતવચનની પણ કશી પરવા કરતા. આવી સ્થિતિનું પરિણામ શું આવે તે સહદય સજજને તો સહેજે સમજી શકે જ.
વર્તમાનકાળે જ્યાં ત્યાં આપણે સમાજમાં બચતે અઢળક પૈસે ઘણે ભાગે વાહ વાહ પિકારવાની ખાતર પિતાને મનગમતે માર્ગે ખર્ચાય છે. હવે તો તેને આડે માર્ગો પૈસો નહીં ખર્ચતાં આપણા સંતાનને સમચિત ઉત્તમ પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધામિક કેળવણું એક સાથે મળે એ વિવેકસર પ્રબંધ કરવામાં તે ખર્ચા જોઈએ. આપણામાં આરોગ્યતા સાચવવા જેટલું ભાન પણ આવતું નથી, તેથી મોટો ભાગ અનેક પ્રકારના રોગથી પીડાય છે, તેવા રાગીદુઃખી જનનું દુઃખ નિર્મૂળ કરવા કોને ખરી લાગણી છે ? એનાં મૂળ કારણેની તપાસ ખાત્રીપૂર્વક કરી કરાવી કાયમને માટે તેમનાં દુઃખ દૂર થાય તેવી ખરી લાગણી પ્રગટાવવી જોઈએ. નકામાં આડાં ખર્ચે અટકાવી દ્રવ્યને સન્માર્ગે લગાવવું જ હોય તો તેવાં અનેક પુન્ય માર્ગો છે. સમાચિત ખરી કેળવણીના ગે એ બધું સમજી શકાશે. સમાજનું કઈ કુટુંબ દુઃખી ન રહે એવી લાગણી રાખી સહુએ પિતાપિતાની ફરજ બજાવવા મંડી પડવું જોઈએ.
[જૈ. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૬૧ ]