________________
[૨૬૮]
શ્રી કપૂરવિજયજી થયાં કરે છે તેને આંખ મીંચી વિચાર કરી તેમાં અવશ્ય સુધારે કર જોઈએ, નહીં તે અઢળક પૈસાને વ્યય કરવા છતાં કેવળ ઉપેક્ષાદોષને લઈ વધારે ને વધારે અપયશ થતા રહેશે ને મૂળ હેતુ સરશે નહિ; જેથી વધારે હાંસીપાત્ર થવાશે.
૭ શાસ્ત્રકારે “પહેલું જ્ઞાન, પછી દયા” કહેલ છે, તેને ગંભીર આશય વિચારી લક્ષ્યમાં લેશે, તે જ સંગીન સુધારો કરી શકાશે. આંધળુકિયા કરવા કરતાં વસ્તુની કીંમત સમજી તેનું યથાયોગ્ય સેવન કરવામાં જ ખરી મજા રહેલી જણાશે. ( ૮ પાંજરાપોળના મુકાબલે મનુષ્ય જાતની દયા કેટલી બધી વધારે પ્રમાણમાં રાખવી ઘટે? તેને બદલે કેટલી બધી ઓછા પ્રમાણમાં રખાતી જેવાય છે? તે કેટલે બધે અવિવેક લેખાય ? તે પછી દયાની કિંમત કયાં રહી?
૯ અરે પિતાના જ સીદાતા કુટુંબીજનોની રક્ષા ને પુષ્ટિ કરવાની ગંભીર ફરજને પણ કેટલી બધી વિસારી દેવામાં આવે છે? અને તેથી કેટલે બધે અપવાદ થવા પામે છે?
૧૦ સહુથી વધારે “સ્વધર્મના સગપણ સમું બીજું કઈ શ્રેષ્ઠ સગપણ નથી ”એવી માટે સ્વરે ઉદ્દઘોષણા કરનારા પોતાના સીદાતા સાધમીજનોની કેટલી સંભાળ લેતા જેવાય છે તેને સરવાળો કઢાય તે ખરેખર આપણું અવિવેકભરી સ્થિતિ માટે આપણને ભારે દુઃખ થવું જોઈએ. જો આપણે આવી ગંભીર ભૂલોને સુધારવા હજુ પણ કશું લક્ષ્ય નહિ આપતાં જેમ ચાલે તેમ ચલાળે જઈએ તે જાતે દહાડે તેનું કેટલું બધું ભયંકર પરિણામ આવશે તેની કલ્પના થવી મુશ્કેલ છે. શું આવી ઉપેક્ષા કર્યા કરવી આપણને લગારે શોભે છે? જરૂર આમાં સુધારો થવાની જરૂર છે તેમ જણાય–સમજાય છે તેમ કરશો.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૩૮૩ ]