________________
[ ર૬૪ ]
શ્રી કપૂરવિજજી પામી, તેમ જે મહાવતને પામીને જીવનનિર્વાહ (આજીવિકા) પૂરતે તેને ખપ કરે છે અને મોક્ષસાધનની ઈચ્છાથી રહિત છતે વિવિધ આહારાદિકમાં આસક્ત રહે છે, તે વેષધારી હાઈ આહારાદિક તે અહીં યથેચ્છ મેળવી શકે છે, પરંતુ તત્વજ્ઞ જનોના સત્કારને પાત્ર થતો નથી અને પરભવમાં દુઃખી થાય છે.
૩ તેમજ શાલિના દાણાને સાચવી રાખનારી યથાર્થ નામવાળી રક્ષિતા વહુ જેમ કુટુંબ પરિવારને માન્ય થઈ અને
ગવિલાસને પામી, તેમજ જે જીવ પાંચ મહાવ્રત આદર સહિત ગ્રહણ કરી લેશમાત્ર પ્રમાદ કર્યા વગર દેષ રહિત તેનું પાલન કરે છે તે આત્મહિતમાં સાવધાન સતે આ લેકમાં પણ પંડિત વડે પૂજાસત્કાર પામી એકાંતે સુખી થાય છે, અને પરભવમાં સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે.
૪ વળી જેમ (સ્વજન પાસે) શાલિ પાવનારી યથાર્થ નામવાળી નાની રેહિણું વહુ શાળને વધારી સર્વ માલમીકતનું સ્વામી પણું પામી, તેમ જે ભવ્યાત્મા (ગુરુ પાસેથી) મહાવ્રતે પ્રાપ્ત કરીને પિતે તેનું યથાર્થ પાલન કરે છે અને અનેક જનોના હિતાર્થે બીજા અનેક ભવ્યજીવોને તેવાં વ્રત આપે છે, તે અહીં સંઘમાં પ્રધાન એવા યુગપ્રધાન ઉપનામને પામે છે; અને ગૌતમસ્વામીની જેમ સ્વપરને કલ્યાણ કારી બને છે. વળી તે પવિત્ર શાસનની વૃદ્ધિ કરનાર અને ઉન્માર્ગગામી ઉન્માર્ગદર્શકને આક્ષેપ કરનાર મુનિ વિદ્વાન જનવડે સેવા-પૂજાતે અનુક્રમે સિદ્ધિપદ-મોક્ષને પામે છે,
[જૈ. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૨. ]