________________
લેખ સંગ્રહ: ૮ :
[૨૬૩ ] ૧૦ સર્વને સ્વઆમા સમાન લેખવા, દુઃખીના દુઃખ ' કાપવા, સુખીને દેખી દિલમાં સંતેષ–પ્રમોદ ધર અને અતિ રોદ્ર-નિર્દય કાર્ય કરનારથી વેગળા રહેવું, રૂડી રહેણીકરણીવડે જ પિતાને નિસ્વાર થઈ શકશે.
૧૧ હિંસાદિક સકળ પાપસ્થાનકથી સદંતર દૂર રહેવું અને અહિંસાદિકને પ્રેમથી આદર આપ.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ ૧૦૫]
પુત્રવધુ પરીક્ષા. એક શેઠે જ્ઞાતિ-જન સમક્ષ ચાર પુત્રની વહુઓને પાંચ પાંચ શાળના દાણા સાચવવા આપીને તેમની યોગ્યતા સંબંધી કરેલી પરીક્ષા અને તે ઉપરથી ભવ્ય જનોએ લેવાજોગ સુંદર બેધ. જેવા શેઠ તેવા ગુરુ, જેવા જ્ઞાતિજન તે શ્રમણ સંઘ, જેવી વહુએ તેવા ભવ્યજને અને જેવા શાળના દાણા તેવા વ્રતનિયમે જાણવા.
૧ સાચવવા આપેલા શાળના દાણું ફેંકી દેનારી યથાર્થ નામવાળી ઉજિજતા જેમ કચરો–પુજે કે એઠવાડ પ્રમુખ નકરની પેઠે કાઢવાનું કરવાવડે મહાદુઃખી થઈ, તેમ જ ભવ્યાત્મા સંઘસમક્ષ ગુરુએ આપેલાં મહાવ્રત અંગીકાર કરીને મહામહને વશ થઈ તે બધાં ગુમાવી દે છે તે આ જ ભવમાં લેકની નિંદાને પાત્ર બને છે; અને પરલોકમાં પણ અનેક દુઃખથી પીડિત થઈ અનેક પ્રકારની (ચોરાશી લાખ) જીવાયોનિમાં ભટકતો રહે છે.
૨ વળી જેમ શાળના દાણાને ખાઈ ગયેલી યથાર્થ નામ. વાળી ભેગવતી રાંધણક્રિયા પ્રમુખ કામ કરવાવડે દુઃખને જ