________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૬૧ ] જૈન સમાજના અભ્યદય અર્થે ૧ જૈન બાળક, બાલિકાઓ, યુવક, યુવતીઓ વિગેરેને પવિત્ર શાસનશૈલીથી કેળવી શકે એવા નમૂનેદાર જૈન શિક્ષકે અને શિક્ષિકાઓ તૈયાર કરવા-કરાવવા સહુથી પહેલું લક્ષ પહોંચાડી તે માટે જોઈતી તૈયારી જલદી કરવી જોઈએ.
૨ આપણું કે મને જે અઢળક પૈસે જમણવાર પ્રમુખ અ૮૫ ઉપયોગી દિશાઓમાં ખર્ચાય છે તે હવે બને તેટલો ઉત્તમ પ્રકારની કેળવણીના પ્રચાર કરવા અથે ખર્ચા જોઈએ. સહદય શ્રીમંતોએ તેમાં પહેલ કરીને અન્ય જને માટે શુભ દાખલો બેસાડવો જોઈએ.
૩ સીદાતા જૈન બંધુઓ અને બહેનોના ઉદ્ધાર માટે સારાં ફંડ એકઠાં કરી તે વડે તેઓ સારી લાઈન ઉપર ચઢી સ્વાશ્રયી બનવા પામે તેવો સંગીન પ્રબંધ થવો જોઈએ.
૪ જેનસમાજને જલદી અમ્યુદય થવા પામે એવા શાસનપ્રેમ સાથે ઊંડી દિલની દાઝ-દિલસોજી ધરાવે એવો સ્વયંસેવક યા નિ:સ્વાર્થ સેવાપ્રેમી વર્ગ તૈયાર કરવો જોઈએ અને તે માટે કાર્યની વહેંચણું કરી સ્વીકાર્ય શરૂ કરી દેવું જોઈએ દ્રવ્ય અને ભાવ કરુણા સાધી શકાય એવા લક્ષથી કાર્ય કરવું જોઈએ.
પ રડવા-કૂટવામાં તેમજ ફટાણાં ગાવામાં તેમજ નકામી કુથલી કરવામાં જે પુષ્કળ વખત નકામે કાઢી નાંખવામાં આવે છે તેને બચાવ થઈ શકે તથા સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે તે ઉપદેશ સ્થળે સ્થળે સંકેચ વગર નિર્ભયપણે અપાવો જોઈએ.