________________
[ ૨૬૨ ]
શ્રી કપૂરવિજયજી
૬ જે કાઈ ખહેન કમનશીબે વિધવા થવા પામે તેના આત્માને શાન્તિ-દિલસેાજી મળે તેમ તેને સારા અભ્યાસમાં અને સારી સંગતિમાં જોડવા કાળજી રાખવી જોઇએ; નહિ કે તેને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી તેના દુ:ખમાં વધારે થાય તેવી ઊલટી રીતિ આદરવી. વીરપુત્રા અને વીરપુત્રીએએ મિથ્યા શાક-સંતાપ તજી, ખરી કેળવણીના સ્વાદ મેળવી અન્ય ભવ્યાત્માઓને તેના સ્વાદ ચખાડવા જોઇએ. વિધવા તેમજ સધવા અેને જો ખરી કેળવણી મેળવી શકશે તે તે પેાતાની જાતિબહેનેાને ઉદ્ધારવા અને સ્વસતતિને પણ કેળવવા ભાગ્યશાળી નિવડશે.
૭ અન્ય કામેા કેળવણીના મહેળા પ્રચાર કરી આગળ વધતી જાય છે, તેમની હરાલમાં ઊભા રહેવુ' હાય તા જૈને એ તન, મન, ધનથી કેળવણીમાં સંગીન વધારા કરી સ્વકેામની ઉન્નતિ સાધવા પૂરતું લક્ષ આપવુ જોઇએ.
૮ શરીરનું આરગ્ય સારી રીતે સચવાય એવાં નિર્દેોષ અને નિયમિત ખાનપાન, વ્યાયામ ( અંગકસરત ), સ્વચ્છ હવાપાણી અને સારા પ્રકાશવાળાં નિવાસસ્થાનનુ સેવન કરવું જોઇએ. એ વગર ઘણાએક ભાઇ-હેને અનેક પ્રકારનાં રાગથી રીખાતા જણાય છે.
૯ રાજસી અને તામસી પ્રકૃતિને ઉત્તેજિત કરે એવા ખારાક તજી, સાત્ત્વિક પ્રકૃતિને પાણ આપે એવા સાત્ત્વિક ખારાકથી શરીરને પાષણ આપી, સાત્ત્વિક વિચાર, વાણી અને આચારનું સદાય સેવન કરવુ, જેથી સ્વપરહિતમાં ચાક્કસ વધારા થવા પામે.