________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩૯ ] કરે છે અથવા તો તેઓ બોલે છે બહુ થે ડું ને કામ કરે છે ઘણું. એ રીતે લક્ષ્ય પૂર્વક ચાલનારા ભાઈ બહેન સહેજે ઉન્નતિ કરી શકે છે. એવા ઉત્તમ હિતકારી માર્ગને અનુસરતાં આપણે સહુ એ જરૂર શીખવું. એને જીવન પર્યત ચીવટથી તેને વળગી રહેવું જોઈએ. “મારના માનારાના” આપણે જાણીએ ને માનીએ, છતાં શુદ્ધ અંત:કરણથી ખરા ઉમળકા સાથે મૈત્રી, મુદિતા, કરુણું અને ઉપેલા ભાવનાનો આદર કેટલે ઓછો કરાય છે? જે ધર્મના પાયા જેવી રસાયણ તુલાય ઉક્ત ભાવનાના યથાર્થ આદર કરાય તો સત્યધર્મની પ્રાપ્તિ સાથે સ્વપરહિતમાં કેટલો બધો વધારો થવા પામે? હૃદયની કેટલી બધી વિશાળતા થવા પામે? જો એમ થાય તે પછી આજકાલ જ્યાં ત્યાં દષ્ટિગત થતાં કલેશ-કંકાસ ને વરવિરોધ વિગેરે દુષ્ટ દેજો ટકી શકે ખરા ? તે તો બાપડા કયાંય અલોપ થઈ જાય. આપણામાં સત્તાગત રત્નના નિધાન જેવા ઉત્તમ ગુણ રહેલા છે ખરા, પરંતુ તે સઘળા રાગદ્વેષોહાદિક દુષ્ટ દેવડે દબાયેલા હોવાથી તે રાગદ્વેષોહાદિક દુષ્ટ દેને દૂર કરવા આપણે ખૂબ પ્રયત્ન કરી જોઈએ, શાન્તચિતે રત્નત્રયીનું સેવન કરવું જોઈએ અને હિંસા અસત્યાદિક સઘળા પાપસ્થાનકોથી ચીવટ રાખી વિરમી જવું જોઈએ. સર્વથા એકી સાથે તેમ કરવાનું ન બને તે અંશે અંશે ધીમે ધીમે પણ સત્ય માર્ગે આવી જવા દ્રઢ સંકલ્પ કરી લેવો જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૫૩.] યાદ કરે ને ભૂલી જાઓ. ૧ ભલું-રૂડું યાદ કરે. બુરું-નબળું ભૂલી જાઓ. ૨ પુરુષાતનને યાદ કરે. નિર્બળતાને ભૂલી જાઓ.