________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૪૫ ] ઇડામાં કંઈ ચિતરવું ન પડે તેમ તેની વય વધવા સાથે સાથે જ સર્વાંગસુંદર વિકાસ તેનામાં થવા પામે એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ આવી યોગ્ય દરકાર કોઈક વિરલા સંસ્કારી માબાપને જ હોય છે. બાકીના તે જડ યંત્રની પેઠે બાળકને જન્મ આપવામાં જ પોતાની ઇતિકર્તવ્યતા માની લેતા હોય છે. તેવા અસંસ્કારી કે કુસંસ્કારી માતપિતાની પ્રજા કયાંથી કલ્યાણ સાધી શકે? આપણી વર્તમાન અવનતિનું કારણ એ જ જણાય છે, તે સમજીને દૂર કરાય તે કંઇક ઉન્નતિની આશા રાખી શકાય. બાળકોને સુસંસ્કારિત કરવાનું સામર્થ્ય હોય તો જ માતાપિતા થવાની ગંભીર જવાબદારી માથે લેવી, નહીં તો દુનિયાને કેવળ બોજારૂપ થાય તેવી નિર્માલ્ય પ્રજા ઉતપન્ન ન કરવી
જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૧૨૪.
સત્યનિષ્ઠ બને ૧ આપણા વિચાર, ઉચાર અને આચારમાં એકતા લાવે ર વિચાર, વાણું ને વર્તનમાંના દોષ ટાળીને પવિત્ર બને. ૩ તેમાં પૂર્વ પર વિરોધ ન આવે એવી પાકી સંભાળ રાખો.
૪ એ ત્રણે યુગોની એકતાથી ને પવિત્રતાથી થતી ક્રિયા સાચી-નિર્દોષ થવા પામશે.
પ ખરી નિર્દોષ કરણથી ખરૂં શાશ્વત સુખ પામવાના અધિકારી થશે.
૬ કઈ પણ સાધ અન્યને આપવા પહેલાં પિતાની જાતને જ આપવા પાવરધા થવાની ખાસ જરૂર છે.