________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૧ ] ૬ નિત્ય સ્વસ્થ નિદ્રા આવે ને ગમે ત્યાં જઈ શકાય ( ભય વગર ) એવી સુખો આર્થિક સ્થિતિ હોય-માથે કરજ ન હોય.
૭ પગપાળા લાંબું ચાલવાની પીડા થતી અટકે એવી વાહન-સામગ્રી પણ પિતાને સ્વાધીન હાય, જેથી જોઈએ ત્યારે તેને ઉપગ કરી શકાય.
પૂર્વ પુન્ય વેગે આવી સઘળી સુખ-સગવડો સાં પડે છે, તેનાથી કુલાઈ જવાનું નથી. ફાલેલ આંબાની જેમ નમ્રતા ધારી તેને સદુપયોગ કરનાર સુખી થઈ શકે છે.
. પ્ર. પૃ. ૪૩. પૃ. ૪૧૯૩ ] બાળઉછેરની કળા માતાઓએ શિખી લેવી જોઈએ,
આપણા દેશમાં બાળઉછેરની બાબતમાં માતાઓ બહુ જ બેદરકાર દેખાય છે. ગર્ભાધાનથી માંડી અમુક વય સુધીની બાલ્યાવસ્થા પર્યન્ત બાળકની માતપિતાદિકે જે ચીવટભરી સંભાળ રાખવી જોઈએ તે ભાગ્યે જ રખાય છે, તેથી ઘણીખરી માતાઓ કસુવાવડથી પીડાઈ પિોતે દુઃખી થાય છે. બીજી અભણ-અજ્ઞાન માતાઓ કદાચ બાળકોને જન્મ આપે છે તે તેમની દરકાર કરતી નથી તેથી તેમાંના ઘણાએક બાળકે અકાળે મરી જાય છે. યોગ્ય સંભાળ નહીં રાખવાથી બાળકે ભરાઈ જાય છે અને થોડા દિવસમાં હતાં ન હતાં થઈ જાય છે. જે દેશમાં બાળઉછેરની કળામાં માતાઓ નિપુણ હોય છે અને ગર્ભાધાનથી માંડી બાળકના જન્મ પર્યત ગર્ભને હિતકારી હોય એવી સંભાળ ખાનપાનાદિક દરેક પ્રસંગમાં રાખનારી હોય છે, તે દેશમાંની બાળપ્રજા આપણા દેશની બાળપ્રજાના