________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૭ ] ૬ અજ્ઞાનવશ નજીવા કારણે કુટુંબકલેશ થવા પામે છે, તેમાં ડહાપણ વાપરી ચગ્ય સુધારો કરે, જેથી વધારે હાનિ થતી અટકે અને લાભ થવા પામે.
૭ આપણે સહુ અવનતિના ખાડામાં કેમ પડતા જઈએ છીએ તેનાં ખરાં કારણ જાણી તેને સુધારી લઈ અન્યને શાન્તિથી સમજાવવામાં આવે તો જરૂર ફાયદો થઈ શકે છે.
૮ એક ઘડીભરની વાહવાહ(લોકરંજન)માં આપણું કેટલું બધું ઊંધું વળે છે–ખેવાય છે?
૯ ગજા ઉપરાંત લોકપ્રવાહમાં તણાવાથી કેટલી બધી હાનિ પહોંચે છે ?
૧૦ વિવેક-ચક્ષુ ઉઘાડી ખરા હિતકારી માર્ગે જ ચાલવાનું પસંદ કરવું જોઈએ.
૧૧ સાદાઈ અને સંયમતત્વ આદરવાથી આપણે અવનતિ થતી અટકવાની છે.
૧૨ ઉદ્દભટતા અને સ્વછંદતાથી જ આપણ ખુવારી થવા પામી છે. તે દૂર કરી ફરી ઉન્નતિની ઈચ્છા રાખનારે ઉન્નતિને ખરો માર્ગ ગ્રહણ કરવા જોઈએ.
૧૩ આપણુ પ્રજા–સંતતિના ભલા ખાતર પણ સમય ઓળખી, સાચે હિતકારી માર્ગ આદરી લેવા અને ખાટ અહિત માર્ગ તજી દેવા વિલંબ કરવો ન જોઈએ.
૧૪ Charity begins at home-અર્થાત્ પહેલાં આપણી જાતને સુધારી લેવાની અને પછી જ હિતબુદ્ધિવડે અન્યને શાન્તિથી સમજાવી લેવાની જરૂર છે. ૧૭