________________
[ ૨૫૬ ]
શ્રી કરવિજયજી સંબંધમાં અખત્યાર કરવાનું તેના કહેવાતા સંચાલકોને સૂઝતું નથી. પ્રભુકૃપાથી તે સૂઝે ત્યારે ખરૂં.
[ જે ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૩૧] આપણું વ્યકિતગત અને કૈટુંબિક જીવનને સારી રીતે ટકાવી રાખવા સાદાઈ અને સંયમતપને આદરવાની
ભારે જરૂર ૧ ક્ષણભર આપણે પૂર્વની જાહેરજલાલી અને આધુનિક અવનતિનો ઊંડા ઉતરી બારીક વિચાર કરી મુકાબલો કરી જોવાથી અત્યારે થવા પામેલી અવનતિનાં ખરાં કારણ અને તેને સુધારી લેવાના ઉપાય સૂઝી શકશે.
૨ આંધળુકિયા કરતા રહી અનિષ્ટ જૂની રૂઢિઓને જ વળગી રહેવાથી આપણે ઉદ્ધાર થઈ નહીં શકે. એટલે હવે પ્રકાશમાં આવી સત્ય અને હિતકર માર્ગ લાગે તે જ આદરો અને ખરા ટેકીલા બની અન્ય ભાઈબહેનને પણ સત્ય અને હિતકર માર્ગ જ આદરવા ગ્ય ઉત્તેજન આપે.
૩ ગમે તે ભેગે જૂની રૂઢિને જ વળગી રહેવાથી આપણે કેટલું બધું ગુમાવ્યું છે તેને વિચાર કરી હવે તેવી અનિષ્ટઅહિતકર જૂની રૂઢિઓને તિલાંજલી આપે.
૪ જેથી આપણું, કુટુંબનું અને સમાજનું હિત સચવાય એ જ સમયેચિત માર્ગ આપણે વિનાસંકોચે આદર અને તેમ કરવા અન્યને પ્રેરણા મળે તેમ વર્તવું.
૫ શેડે ઘણે ઘસારો ભેગવીને પણ કુટુંબકલેશ દૂર થાય તેમ કરવું. -