________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૩ ] ૩ જે આપે તેને જ આપવું–કેઈ કાંઈ વસ્તુ માગવા આવે તે એ પાછી આપી જાય એમ હોય તે જ એને આપવી.
૪ ન આપે એને ન આપવું–માગી ચીજ પાછી ન આપે એને ન આપવી.
પ આપે એને અને ન આપે એનેય આપવું – સગાંવહાલાં કે મિત્રો પાછું આપી કે ન આપી શકે તે પણ એને આપવું.
૬ સુખે બેસવું-સાસુ સસરા વિગેરે મોટેરાંને જોઈને ઉઠવું ઘટે ત્યાં બેસવું નહીં.
૭ સુખે જમવું–મોટેરા જમ્યા પછી જમવું. ૮ સુખે સૂવું-મોટેરા સૂતા પછી સૂવું. ૯ અગ્નિની પરિચય કરવી–મોટેરાંની સેવા કરવી. ૧૦ ગૃહદેવતાને નમવું –મોટેરાને દેવ જેવા સમજવા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ] સ્વસંતતિનું એકાંત હિત કરવા ઇચ્છતા માતપિતાદિક
વડીલો તથા શિક્ષકોનું ખાસ કર્તવ્ય-કર્મ. ૧ પિતે સર્વ વાતે સ્વચ્છતા જાળવી રાખી, ઘરમાં અને શાળાદિકમાં સરસ સ્વચ્છતા રાખી–રખાવી શકે અને વિચારવાણી ને આચારમાં પવિત્રતા દાખલ કરી-કરાવીને પોતાની સંતતિને વિવિધ રોગ-ઉપદ્રવથી બચાવી લઈ, તેનું ઘણુ રીતે શ્રેય કરી શકે.
૨ પિતે બીભત્સતા છોડ્યા પછી જ બાળકોને સંસ્કારી માગે લઈ જઈ શકે.