________________
[ ર૩૬ ]
શ્રી કપૂરવિજયજી કરે છે, તેમજ બીજા સંકલ્પવિકપ શમાવી, “નિસિહી” કહીને શુદ્ધ દેવગુરુ સમીપે આત્મકલ્યાણાર્થે જવાનું હોવાથી, આત્મનિગ્રહને મનઃશુદ્ધિ થતાં ધર્મકરણ લેખે થાય છે.
૪ ભૂમિશુદ્ધિ-જ્યાં દેવપૂજા, ગુરૂવંદન, સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણ કરવાની હોય ત્યાં પ્રથમ જયણા સહિત ભૂમિશુદ્ધ કરવી જોઈએ. ત્યાં રહેલી કોઈ પણ જાતની અશુચિઆશાતના દૂર કરી દેવી જોઈએ, તે પણ ધર્મનું અંગ જ છે. આજ્ઞા પાલનમાં જ તેની સાર્થકતા છે. ભૂમિશુદ્ધિ કર્યા પછી પ્રસન્ન ચિત્તે યથાપ્રાપ્ત ધર્મકરણી કરવી,
૫ પૂજે પગરણશુદ્ધિ–દેવગુરુની સેવાભક્તિ પ્રસંગે ઉપગમાં લેવા ગ્ય સાધન-ઉપગરણો ખૂબ સ્વચ્છ હેવાં જોઈએ. મનોહર પવિત્ર દ્રવ્ય સાધન વેગે ભાવની શુદ્ધિ ને વૃદ્ધિ થવા પામે છે, તેથી તેમાં લગારે ઉપેક્ષા કરવી ન જ ઘટે.
૬ ન્યાયવ્ય (દ્રવ્યશુદ્ધિ)-દેવગુરુની ભક્તિ પ્રસંગે નિજ ભાવવૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં ઉપકરણ (સહાયક સાધનો) અન્યાય દ્રવ્યથી નહીં પણ ન્યાયવ્યથી પેદા કરી લેવા જોઈએ. ન્યાયદ્રવ્યથી જ જિનમંદિર, જીર્ણોદ્ધાર, પ્રભુપૂજા અને પ્રભુભક્તિને લાભ લેવો ઘટે. તે બધાં કામ વિધિબહુમાનપૂર્વક પ્રભુને ઉપગાર સંભારી, કૃતજ્ઞતા દાખવવા માટે આત્મલક્ષ્યથી કરવાનાં છે. એમ કરતાં તેની અનુમોદનાદિવડે અનેક ભવ્યાત્માઓ પુન્યને સંચય કરી શકે છે અને અપૂર્વ વીજ્ઞાસવડે બેષિબીજ-સમકિતાદિને લાભ પામી શકે છે.
૭ વિધિશુદ્ધિ–વંદન પૂજન પ્રમુખ ધર્મકરણ યથાવિધિ કરવાથી સફળ થઈ શકે છે, તેથી જે કરણી કરવી તે એકાગ્ર