________________
[ ૨૩૪ ]
શ્રી કરવિજયજી ૪ અઢારે પાપથાનક પૈકી કેઈપણ વદતાથી ન જ સેવાય એવી સાવધાનતા રખાય તે કેવું સુંદર પરિણામ આવે?
૫ પ્રમાદવશ થઈ જઈ, વકર્તવ્યબ્રણ થવાય એ બહુ જ છેટું સમજાતું હોય તે તેવા પ્રમાદને તિલાંજલી દેવી જ ઘટે.
૬ માનવ ભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ-જાતિ, સુખ શરીર, સુગુચ્યોગ, શાશ્રવણ અને ધર્મ શ્રદ્ધા પામી, પ્રમાદ રહિત સદાચરણનું સેવન યથાયોગ્ય પણે કરીને પ્રાપ્તસામગ્રી સાર્થક કરી લેવી જોઈએ.
૭ ક્ષમા, દયા, સત્ય, પ્રમાણિકતા અને શીલ-સંતેષાદિક સદગુણેને આપણું કરવા જોઈએ. ગમે તેવા કષ્ટપ્રસંગે પણ તેમાંથી ચળિત થવું ન જોઈએ.
૮ પાત્રતા વગર વસ્તપ્રાપ્તિ થતી નથી ને ભેગોગે થઈ જાય તે તે ટકતી નથી,
૯ જે આપણે ગંભીર દિલના થઈશું તો અનેક દોષથી બચી શકશું
૧૦ શરીરે સુખી હોઈએ તે ધર્મ સુખે સાધી શકાય છે, માટે આરોગ્ય નિયમ સમજી સ્વચ્છ હવા, પશ્ય ભજન ને ભેજ વગરના સુપ્રકાશવાળા સ્થાનને સેવવા જોઈએ.
૧૧ આપણું જીવન બને તેટલું ઉપકારક કરવા, અવિચ્છિન્ન પ્રયત્ન કરવો જોઈએ.
૧૨ આપણું મન, વચન ને કાયાને સારી રીતે કસી, પવિત્ર બનાવવાં જોઈએ.
૧૩ મદ માનને ગાળી, નમ્રભાવે પૂજય વડીલ જનનાં પુનિત પગલે ચાલવું જોઈએ.