________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩૩ ] ૯ મજબૂત, નિરોગી, સુખી, પ્રતાપી ને સદગુણ પ્રજા પેદા કરવા ઈચ્છતા દરેક માતપિતાએ જાતે જ બ્રહ્મચર્યના અગણિત લાભ વિચારી જેમ બને તેમ ટેક રાખી દઢતાથી તેનું લાંબો વખત પાલન કરી સ્વવીર્યનું સારી રીતે સંરક્ષણ કરવા પ્રથમથી જ ટેવાવું જોઈએ.
૧૦ બ્રહ્મચર્યના ઉત્તમ નિયમોનું પરિપાલન કરવાથી શરીર સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા, શોર્ય, ઉત્સાહાદિક અનેક ઉત્તમ લાભ અહીં જ સાં પડે છે અને અનેક રીતે પરમાર્થ માગે સ્વવીર્યનો સદુપયેગ કરવાથી ઉત્તમ ગતિ યા સદગુણના પ્રકાશવડે આત્મઉન્નતિ સાધી, સ્વપરઉપકારક બની આ દુર્લભ માનવભવ લેખે કરી શકાય છે. [૨. ધ. પ્ર. પુ. ૬૯, પૃ. ૧૭૩] જૈન તરીકે ઓળખાવનારે કેવું જીવન ઘડવું જોઈએ?
૧ શુદ્ધ દેવ અરિહંત, શુદ્ધ ગુરુ-નિર્ગથ અને શુદ્ધ ધર્મ અહિંસા, સંયમ ને તપલક્ષણ-એ ત્રણ તત્વમાં અટળ શ્રદ્ધા રાખી દ્રઢ મને તેમના પવિત્ર શાસનને અનુસરી દરેક જેનબંધુએ જરૂર સ્વઆત્મવિકાસ સાધવે જોઈએ.
૨ નાના મોટા સહુ જીવોને સ્વઆત્માતુલ્ય લેખતા રહી, સ્વાર્થવશ બની કેઈને કરી પ્રતિકૂળતા ન ઉપજે તેવી રીતે મૈત્રી, મુદિતા, કરુણું ને માધ્યસ્થતા નામની ચાર પવિત્ર ભાવનાવડે અંત:કરણને તરબોળ કરી રાખવું જોઈએ, જેથી કરાતી દરેક કરણી સરસ ને સાર્થક થઈ શકે.
૩ નીતિ એ ધર્મને પામે છે” એ સાચું સમજાયું હેાય તે હવે પછી ગમે તે ભેગે અનીતિથી બચતા રહી નીતિમાં મક્કમ રહેવું જોઈએ.