________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૩૧ ] જોઈએ. જે કેઈ રાજા-પ્રજાદિક સ્વકર્તવ્ય-ધર્મને સારી રીતે ખરા તત્ત્વ અને ચાન્નિપાત્ર મહાશય પાસેથી સમજી, સુશ્રદ્ધારુચિથી તેનું યથાર્થ પાલન કરે છે, તેને સર્વત્ર સુખશાન્તિ વતી રહે છે. બાકી અંધ અનુકરણ કરનારને તો છેવટે અશાંતિ જ હોય છે.
[જે. ધ. પ્ર. પૃ. ૩૮, પૃ. ૩૦૩] શરીર આરોગ્ય સાચવવા બ્રહ્મચર્ય પાળવાની
ભારે અગત્ય. ૧ લેહ માંસાદિક શરીરની સાત ધાતુઓમાં વીર્ય એ સહુથી ચઢિયાતી ને ઉગી ધાતુ શરીરના આરોગ્યને ખાસ કરીને ટકાવી રાખનારી તથા પુષ્ટિ આપનારી છે.
૨ વીર્યને શરીરના રાજા તરીકે ગ્યવહરવામાં આવે છે. તેની અનડદ કિંમત છતાં તેને પૂરી કાળજીથી સાચવી રાખવાનું અને તેનો સારામાં સારો ઉપયોગ કરવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય કે ધાય તેઓને જન્મ સાર્થક-સફળ લેખાય.
૩ વીર્યસંરક્ષણની કિંમત જે સારી રીતે સમજતા હોય તેમણે તેના ખરા ઉપાયરૂપ બ્રહ્મચર્ય પાળવામાં કસર રાખવી ન ઘટે. મન અને ઇનિદ્રયોને લગામમાં રાખવાના સતત અભ્યાસથી તેનો લાભ મળી શકે છે. સ્વવી સંરક્ષણથી અનેક ઉત્તમ લાભ મેળવી શકાય છે અને અણમોલા વીર્યને નાહક વિનાશ કરી દેવાથી–તેવી કુટેવથી અનેક ઉત્તમ લાભ ગુમાવાય છે. અનુભવ કરી જેવાથી જ એ વાત હસ્તામલકની જેમ સુપ્રતીત થઈ શકે એમ છે.
૪ બેહદ વિષયભેગની લાલસાથી પાશવવૃત્તિનું સતત