________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૧ ] છે, છતાં હજીસુધી વિષયસુખમાં આસકત થઇ તેથી થતા ભાવી દુઃખથી તું કેમ ચેતતું નથી ? કેમ વૈરાગ્ય પામતે નથી ? અને આત્મકલ્યાણના સુખકારી માગે કેમ ચાલતો નથી? હવે તે કંઈ ડહાપણ લાવી ભાવી દુઃખના કારમાં બંધનથી છૂટવાને સફળ પ્રયત્ન કર.
૧૨ દુઃખ કે રોગને કાંઈ ઈશ્વરે ઉત્પન્ન કર્યા નથી પરંતુ આપણે કરેલાં હોય છે. તે માટે બડબડાટ કરવો નકામાં છે.
૧૩ લોકોને રોગવશ થયા પછી રોગમુક્ત કરવા એના કરતાં તેઓ રોગી જ થાય નહીં એવા ( ગ્ય) ઉપાયો સૂચવવા એ જ ઉત્તમ વૈદ્યનો ધંધે હા જોઈએ.
૧૪ આપણું વિચારો અને કલપનાઓની હદ એજ આપણું વિકાસની હદ ( સમજવાની) છે.
૧૫ વિચારો અને ભાવનાઓની અમુક હદમાં રહી જઈને આપણે આપણું જ ઉન્નતિની આડે એવી દિવાલે બાંધીએ છીએ કે જેની પેલી બાજુ આપણાથી જઈ શકાય જ નહી. ૧૬ આનંદી સ્વભાવ શ્રેષ્ઠ ઔષધનું કામ સારે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૪૭] મુંગે સમર્પણધર્મ” અથવા “શાન્ત આત્માર્પણ”
સેવારસિક એક બાલિકાનું જીવન-ધ્યેય સાંભળી સમજી, એક કીર્તિના ભી પંડિતજી ઉપર અજબ અસર થઈ આવી. કીર્તિની ઝંખના નહીં પણ શાન્ત આત્મસમર્પણ” એ શબ્દ પંડિતજીના કાનમાં રણકી રહ્યા, તેમની છાતીમાં એ શબ્દો કોતરાઈ રહ્યા. પંડિતજીએ પુસ્તકો લખવાનું છોડી દીધું.