________________
[ ૨૧૨ ]
શ્રી કરવિજયજી ૪ દેવ સમાન પવિત્ર બની શુદ્ધ દેવગુરુની ઉપાસના કરવી જોઈએ.
પ નિજ આત્મસ્વરૂપને વિચાર કરવો એ બુદ્ધિ પામ્યા. નું ફળ છે.
૬ ઉત્તમ વ્રત-નિયમ સમજીને આદરવા એ ક્ષણિક દેહ પામ્યાને સાર છે.
૭ શુભ પાત્રને નિ:સ્વાર્થ પણે પિષણ આપવું એ દ્રવ્ય પામ્યાનો સાર છે.
૮ પ્રાણી માત્રને પ્રિયકારી થાય એવું બોલવું એ વાચા પામ્યાને સાર છે.
૯ બુદ્ધિબળ પામી નકામી પ્રપંચજાળમાં પડી, નિજ આમસ્વરૂપની કશી વિચારણા કરતા નથી તે બુદ્ધિ પામે છતાં નહિ પામ્યા બરોબર છે.
૧૦ માનવભવ તથા આર્યકુળાદિક સત્ય સામગ્રી પામ્યા છતાં, ઉત્તમ પ્રકારના વ્રત-નિયમનું પાલન કરી તેની સાથે કતા જે કરી શકતો નથી તે તે નહિ પામવા બરોબર છે.
૧૧ પૂર્વ મુખ્યયોગે પુષ્કળ દ્રવ્ય સંપત્તિ પામ્યા છતાં તેને સત્પાત્રમાં વ્યય નહિ કરતાં જે તેને કુવ્યસનાદિકમાં સ્વછંદીપણે વ્યય કરે છે તે તે નહિ પામવા બરાબર છે.
૧૨ જે સમર્થ વચનબળ પામ્યા છતાં મિણ વચન બેલવાવડે કપ્રિય થવાને બદલે અપ્રિય વચન વાપરી લેકે સાથે કડવાશ કરે છે તે વાચા નહિ પામવા બરાબર છે.
૧૩ જો તમે અન્ય પાસે ભલા વર્તનની ચાહના રાખતા