________________
લેખ સંગ્રહ : ૮ :
[ રર૭ ] આડંબર, શરીરમમતા (સુખશીલતા ) અને બીનજરૂરી અનેક વસ્તુઓ એકઠી કર્યા છતાં અસંતોષ વધતો જાય છે. એમ અવ્યવસ્થિતપણું આદરતાં જિંદગી ખર્ચાળ બનતી જાય છે અને પાસે પૈસા દિકનું સાધન હોય ત્યાં સુધી તો આંખ મીંચીને જેમ તેમ ગાડું ગબડાવ્યે જાય છે. પછી જ્યારે પૈસાની તંગી પડે છે ત્યારે બચી દશા થાય છે; તેથી કદાચ કોઈકની આંખ ઉઘાડે છે ને ઠેકાણે આવે છે તો ઠીક, નહીં તો અનેક કાળાધોળાં કરીને પણ કુટુંબનું પાલન કે છેવટે પેટગુજારો કરવો પડે છે. અંધ અનુકરણ કરવાની બૂરી ટેવથીહિન્દવાસીઓએ બહારની પ્રજાની દેખાદેખીથી કેટલી બધી પાયમાલી વહેરી લીધી છે ? શું આ દેશની ચાલુ હવા લેનારને ચા, બીડી, ફી વિગેરે ઉત્તેજક ગરમ પદાર્થોની જરુર છે ખરી ? બધા નથી જ, તેમ છતાં મેટે ભાગ અંધ અનુકરણ કરવાની આદતથી તેમાં સપડાયેલું છે. નાની વયનાં બાળકો પણ એ ચેપથી ભાગ્યે જ બચે છે, તેમાં પણ હાટીનો આશ્રય લેવાથી તો હદ વળી ગઈ છે. નાના મોટા ભાઈ-બહેનોનું આરોગ્ય ઘણે ભાગે કથળી જાય છે અને એ કુપસેવનનો ચડસ નહીં તજવાથી મરણપ્રમાણ પણ વધતું જાય છે. જ્યારે સાવ હારીને બેસે છે-જીવનની આશા રહેતી નથી ત્યારે કેઈ કુશળ વિવાદિકની સલાહથી પિતાનું અપલક્ષણ તજવા અનિચ્છાએ પણ કબૂલ કરાય છે. જ્યારે માણસ મરણ પથારીએ પડે છે ત્યારે તેને કંઈક અધિક પ્રમાણમાં આરોગ્યની કિંમત સમજાય છે. જે પ્રથમથી જ આરોગ્ય સાચવવાના જે કુદરતી નિયમો છે તે બધા સારી રીતે લક્ષગત કરી રાખી દઢતાથી પાળવામાં આવે તો માણસોનાં આટલા બધા કમોત