________________
લેખ સંગ્રહ : ૮
[ ૨૧૯ ] ૨ દેહાભિમાનના નાશ સિવાય અંત:પ્રેરણું થવા માટે બીજો રસ્તો નથી.
૩ જગતમાં પવિત્ર હૃદયવાળા મનુષ્ય જ સુખી છે.
૪ જે પૂર્ણ ત્યાગ કર્યો હોય તો પછી સર્વ જગત તમારું જ છે. ખરી રીતે તો શક્તિઓ, સિદ્ધિઓ તમને ખેળતી આવે એવો જ રસ્તો લેવું જોઈએ; તે શક્તિઓની પાછળ તમારે દોડવું ન જોઈએ.
૫ તમારા પિતાના જ આત્મામાં વિશ્વાસ રાખે. જે એ મધ્યબિંદુ છોડશે નહીં તે કોઈ પણ શક્તિ તમને ડેલાવી નહીં શકે.
૬ આ જગતની નાશવંત વસ્તુઓને માટે તમારું શાશ્વત સુખ ધૂળધાણું કરશે નહીં. ડહાપણ વાપરજે ને વધારે ડાહ્યા થજે.
૭ ઉન્નતિનાં પગથિયાં ચડવાને સારુ પોતે પોતાના મનને શિખામણ આપે તો જ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય.
૮ માયાથી કોઈ પણ સમયે નહીં લપટાવાને પ્રયત્ન કરતાં કરતાં મન ઉપર કાબૂ મળે છે અને અંતે તેમાં જય મળતાં મુક્ત થવાય છે.
૯ આત્માને ન ઓળખવાની અજ્ઞાનતા એ જ સર્વ દુઃખનું મૂળ કારણ છે.
૧૦ પ્રકૃતિના નિયમ ડંકે વગાડીને કહે છે કે “પવિત્ર બને ! પવિત્ર બને !”
૧૧ સ્વાથી ઈછાઓ, લાલચે વિગેરેને ખોરાક ન આપ