________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી તે જ ખરો ઉપવાસ કહી શકાય. ( ઉપ એટલે આત્માની સમીપે વાસ વસાય, દેષની હાનિ ને ગુણની રક્ષા તથા પુષ્ટિ કરાય તે જ ઉપવાસ ખરે લેખાય. વિકારી ખાનપાન તજવાને એ જ ઉત્તમ હેતુ-ઉદ્દેશ હવે ઘટે.)
૧૨ જે કઈ મનુષ્ય ૩૪ (પ્રણવ) શબ્દનું ગાન (ધ્યાન) કરે છે, તેનું મન સ્થિર બને છે, તેના સર્વ વિચાર અને સર્વ લાગણીઓ સમતોલ બને છે, તે આત્મામાં શાન્તિ રેડે છે ને મનને ઈશ્વર (પવિત્ર આત્મા) સાથે જોડી દે છે. એમ શબ્દની સર્વવ્યાપકતા ને શક્તિ અજબ જ છે.
૧૩ અવાચ્ય, અગમ્ય અને અતકર્મને જ્યારે પહોંચાય છે ત્યારે જ આ પ્રણવને ઉચ્ચાર સ્વાભાવિક રીતે થાય છે.
૧૪ નું ગુંજન કરતાં પરમાત્મામાં જ ધ્યાન (મન) પરોવવાનું છે.
૧૫ આત્મા જ નગદ ધન અને ખરૂં જીવન છે. તેને સાક્ષાત્કાર કરો એટલે બસ.
૧૬ જે સમયે આ પવિત્ર મંત્રનો ઉચ્ચાર કરો તે સમયે સર્વ તન ને મનથી તેમાં જ મચી રહો. તમારા આત્મામાં ઓતપ્રેત થઈ જાઓ. મનસા, વાચા અને કૃત્યથી પ્રવણ મંત્રને ઉચ્ચાર કરે. તમારી રગેરગ ને નસેનસમાં આ મંત્રનો ઇવનિ જાગૃત કરો. તમારા હૃદયમાં તેના ધબકારા વાગવા ઘો. તમારા લેહીના ટીપે ટીપામાં આ મંત્રનો મધુર રસ રેડે એથી તમે પિતે જ સાક્ષાત્ સ્વયંભૂ, તેજના પણ તેજ, અખિલ વિશ્વના નિયંતા, પરમ પ્રભુ અને સત્ય સ્વરૂપ થઈને રહેશો. સૂર્યમંડળ, ચૌદ ભુવન ને અખિલ બ્રહ્માંડ તમારાં ગાન ગાશે ને