________________
[ ર૨૨ ]
શ્રી કપૂરવિજયજી આપણી સમાજઉન્નતિ અને શાસનહિત માટે
૧ અનેક સારા નરસા પ્રસંગે અદ્યાપિ અજ્ઞાનતાવશ જે ઉડાઉ બે આંખ મીંચીને કરવા કરાવવાનું વલણ થઈ રહેલું ભૂલાતું નથી તે હવે ભૂલાવું જોઈએ. શ્રીમંતો સાથે ગરીબ જનને લેકલજજાથી પાછળ પાછળ ઘસડાવું પડે છે તે દેષથી સજ્વર ઉગરી જવું જોઈએ.
૨ અત્યારે આખા હિન્દમાં સ્વદેશી વસ્ત્ર-શુદ્ધ ખાદી વિગેરેના પ્રચાર માટે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા છે તેવે વખતે અમુક જૈન યુવકો સિવાય સમાજનો મોટો ભાગ તેને સ્વીકાર કરતાં અચકાય એ અનુચિત, અસહ્યા અને શરમાવનારી બીના છે.
૩ મિલોમાં વણાતાં વસ્ત્રો નિમિત્તે વપરાતી ચરબી ખાતર પ્રતિવર્ષે એક કરોડ જેટલાં જીવતા જાનવર કપાય છે એવું જાણ્યા પછી વિદેશી કે સ્વદેશી મિલોમાં નીપજતાં સુંવાળાં વસ્ત્રોને મોહ આપણે સહુએ દયાધર્મની દષ્ટિથી પણ જરૂર તજ જોઈએ.
૪ હિન્દના આવા ભારે આપત્તિકાળમાં કંઈ પણ વિદેશી વસ્તુ ઉપર મહ રાખીને વધારે પાયમાલી વહેરવી આપણને કેમ પાલવે? ગમે તેવી જાડી પાતળી પણ શુદ્ધ સ્વદેશી વસ્તુઓથી જ સહુએ ચલાવી લેવું જોઈએ. ઉડાઉ ખર્ચ અટકાવી કરકસરથી સમયને ઓળખીને ડહાપણુથી ચાલવું જોઈએ. - ૫ નકામી ફેશનમાં ફસાઈ નહિ જતાં જરૂરીઆત તરફ પૂરતું લક્ષ રાખીને સાદાઈ સંતોષ આદરી શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિકને પૂર્ણ આદર કરવો ઘટે.
૬ વિદેશી અનેક વરતુઓ ઉપરના મોહથી આપણામાં