________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૭ ] આત્મામાં જ લીન રહે. (પરમાં પેસવાથી સ્વહિત સાધી નહીં જ શકે.)
૮ અનુભવીસ્થિતપ્રજ્ઞની વૃત્તિમાં–અચળ શાંતિમાં કોઈ પણ ભંગ પાડી શકશે નહીં, એને કોણ હાનિ પહોંચાડી શકે ?
૯ જે મનુષ્ય સદા આત્મસાક્ષાત્કારમાં નિમગ્ન રહે છે અને જે સર્વની સાથે એકતા અનુભવે છે તે જ ખરે સુખી છે.
૧૦ આત્મા–પરમાત્માને જ પરમ ધ્યેય બનાવી તેના પ્રત્યે અતિ ઉત્કટ પ્રેમ કરવું જોઈએ. બીજી બધી વાતનું ભાન ભૂલી તેમાં જ એકતા-લીનતા કરવી ઘટે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૧૭૨. ] કડવાં બોલી જીભલડીને હિતશિખામણરૂપે બે બેલ.
અરે બાપલડી જીભલડી ! તું શા માટે મીઠું–પ્રિય વચન વચન વદતી નથી ? ને ઝેર જેવું કડવું વચન વદે છે ? તું કડવું બોલવું કેમ પસંદ કરે છે ? કડવું બોલવાનાં કડવાં ફળ જ હોય તે શું તારાથી અજાયું છે ? જેવું બીજ એવું ફળ એ વાત પ્રસિદ્ધ છે, છતાં તું કડવું શા માટે બોલે છે ? એ જીભલડી ! જે તને અણગમતા અનિષ્ટ અન્નપાણી લેવા ગમતાં નથી તો પછી તું અણબોલાવ્યું અળખામણાં કુવચન શા માટે બેલ્યા કરે છે ? એવી અજુગતી વાત-ધિઠ્ઠાઈ તું કેમ કર્યા કરે છે ? એથી તારે વિરમવું ઘટે છે, અગ્નિથી દાઝેલું એવું વૃક્ષાદિક પણ ફરી પાલવે છે–પલવિત થાય છે, પણ કુવચનથી ફરી દાઝેલું દિલ ફરી પાલવતું-પ્રસન્ન થવા પામતું નથી. કુવચનો બોલનારની દુર્ગતિ-માઠી ગતિ થાય છે, કેમકે તે કષાય-અંધતાનું પરિણામ છે અને તે સાંભળનાર જે પૂરો