________________
[ ૧૬૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૯ પ્રથમ શુદ્ધ સત્ય ધર્મ જાણવાની રુચિપૂર્વક તેનું સેવન થાય તે જીવ સમકિતરન પામી શકે અને શુદ્ધ દેવગુરુની સેવા તથા પરમાર્થ સેવા પણ પ્રેમથી કરી શકે.
૨૦ સામે જ્યારે આગ થાય, કુપિત થાય ત્યારે તમે ક્ષમા-સમતાજળને આદર કરશે તો તેથી તમારું હિત સચવાશે અને સામાનું પણ હિત થવાને અમૂલ્ય પ્રસંગ હાથ લાગશે.
૨૧ જે તમારે ધર્મને શીધ્ર નિશ્ચય કરે જ હોય તો સમજ મેળવી સદાચારને સે.
૨૨ કડવું વચન, કુમતિ, કૃપણુતા ને કુટિલતાને દૂર કરવાથી ખરી ધર્મવૃત્તિ જાગશે.
૨૩ જિનેશ્વર દેવની શાન્ત નિર્વિકારી મુદ્રાને શાંતિથી અવેલેકતાં અને તેમની પૂર્વ અવસ્થાને ભાવતાં અપૂર્વ વિવેક જાગશે અને એના શુદ્ધ આલંબનથી જીવને અપૂર્વ લાભ થશે.
૨૪ જિનેવર દેવની આજ્ઞાને સમજીને આરાધવાથી તે નિચે ફળદાયક થાય છે.
૨૫ વિતરાગ દેવની શાન્ત મુદ્રા કોને ઉપકારક ન થાય? સર્વને થાય. તેથી તેને બનતે લાભ લે.
૨૬ પ્રભુના એકાન્ત હિતવચનને યથાશક્તિ આદરવાથી જહદી સર્વ દુઃખને અંત આવે છે.
૨૭ પરમ ઉપગારી પ્રભુનાં કેવળ હિતવચનોમાં શ્રદ્ધા થતાં શંકાદિક દેષોથી સદંતર દૂર રહેવું ઘટે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૪૩]