________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી
૨ કુદરતના નિયમાનું અજ્ઞાન કે અવગણના સર્વ રોગદુ:ખનું કારણ છે. સર્વ દુ:ખ-દારિદ્રને માનવી પાતે પેદા કરે છે. ૩ રાગી થયા પછી રાગ ટાળવા એ કરતાં રાગ જ થાય નહી એવી રીતભાત સૂચવવી એ જ વૈદ્યના ખરા ધંધા હોવા જોઇએ.
૪ મનુષ્યને તેની જાતનું અને તેનાથી અજાણી રહેલી તેની શક્તિઓનું જ્ઞાન આપવું એના જેવા માનવસેવાના ઉત્તમ માર્ગ બીજો નથી, તેવુ જ્ઞાન મેળવવા પ્રથમ પહેલાં લાયક થવુ જોઇએ. ૫ જ્યાં સત્યની ઇચ્છાને સ્વીકાર નથી ત્યાં તે જતુ પણ નથી,
૬ સત્યને સંપૂર્ણ જાણવુ હાય તે તેના સિવાયની બીજી બધી ઇચ્છાઓ અને ખટપટોને દૂર કરેા અને સત્યને જાણીને અમલમાં મૂકે.
છ તમારી શક્તિએ જાણવા માટે પ્રથમ તા પરમાત્માને ઓળખા.
૮ જેનું મન પરમાત્મામાં લીન રહે તે પાતે પરમાત્મા થઈ શકે.
૯ જેવા મિત્રાને તમે શેાધશેા તેવા જ મિત્રા તમને પણ શેાધશે.
૧૦ આપણી કલ્પનાની હદ એ જ આપણા વિકાસની હદ છે. ૧૧ મનુષ્ય કેવા મનુષ્યના સમાગમમાં આવે છે તે ઉપર તેની ચડતી કે પડતી થવાના આધાર છે.
૧૨ સારી વસ્તુ લાયકાત વગર મળતી નથી.
૧૩ સશાસ્ત્રની આજ્ઞાને જે જાણે અને પાળે તે ધન્ય છે.