________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] ૧૬ ઊંઘ, આળસ ને ગપ્પા છોડી પ્રાપ્ત સમયને સદુપયોગ કરો. વખતની કીંમત સમજી લેવી.
૧૭ યત્ન કરે પણ નકામી ચિન્તા કરવી તે ખરેખર આપણી ભૂલ છે. ઘણા તે ભૂલના ભેગા થઈ પડે છે. . .
૧૮ ઉદ્યમ તથા ફળ બંને જુદી જ વસ્તુ છે. ઉદ્યમ આપણું હાથનું કાર્ય છે. ફળ અન્ય નિમિત્તાધીન છે.
૧૯ મનુષ્યસ્વભાવના બે જુદી દષ્ટિવાળા વલણ છે. અમુક ભાગ સર્વ સ્થળે સારું જ જોયા કરે છે, બીજાને સર્વત્ર દુ:ખની જ કલ્પના થયા કરે છે. તેમાં કંઈ પણ ફેરફાર થઈ શકે ખરે પરંતુ તે તથા પ્રકારના ઉદ્યમથી થઈ શકે. "
૨૦ જે કામ ડૂબતું હોય તેને મૂકી દેવું તેમાં મોટાઈ કે માણસાઈ નથી. તેવી પડતી સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આપણું પ્રેમી વસ્તુઓને આણવી તેમાં અપૂર્વ બળ, સ્વાર્થત્યાગ ને ધીરજની જરૂર છે
૨૧ મેહની કર્મ ભૂલ ખવરાવે છે. એવે પ્રસંગે મિત્ર કે વિશ્વાસુ સાથીને ખપ પડે છે.
૨૨ એકબીજાના ધર્મ-કર્મ સામે આક્ષેપ કરી અંટસ વધારો ન જોઈએ. એકબીજાના સામાન્ય લાભ માટે કાંઈ કરવું હોય ત્યારે બધાએ ભેગા મળી કાર્ય કરવાની ખાસ જરૂર છે. કાંઈ જુદાઈનો અંશ હોય તેને કાપી નાંખી એક પ્રજાજન તરીકે બનવાની ખાસ આવશ્યકતા છે. તે વગર આર્યાવર્તન આ સ્થિતિમાંથી ઉદ્ધાર થે શક્ય નથી. સંપના અભાવે થતી પધવડે સ્વાર્થીઓએ આપણને પાયમાલ કર્યા છે. એથી આપણે નબળા પડ્યા છીએ એ સ્વત: સિદ્ધ છે.