________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૭ ] ચિતાર જ દી તેમના કોમળ મન ઉપર પડી શકે છે, તેથી જ બચ્ચાનું ખરૂં હિત હૈડે ધરનારાં સુજ્ઞ માબાપ તેમનું સુંદર ચારિત્ર્ય રચવાને માટે પોતાથી બને તેટલી સાવધાની શરૂઆતથી રાખવા ચકતાં નથી, તેથી તેઓ તેનાં સુંદર પરિણામને ચાખે છે અને અન્ય મુગ્ધ માબાપોને શુભ દાન્તરૂપ બની શકે છે. પોપટનાં બે બચાંની વાત સુપ્રસિદ્ધ છે તેમાંથી મુગ્ધ માબાપ કંઈપણ સાર ગ્રહી પોતાનાં બચાં ભવિષ્યમાં સારાં નીવડે અને અન્યને પણ આનંદ ઉપજાવે તેમ કરવા બનતી ચીવટ રાખી વર્તવા પોતાની ફરજ સમજતા થાય.
આરોગ્યતા સંબંધી ચગ્ય નિયમે જાણવાની અતિ આવશ્યકતા-આપણું શરીર સારું સુખી-નિરોગી હોય તો આપણે સુખચેનથી ધર્મવ્યવહારનું સેવન કરી શકીએ છીએ અને જે તેમાં કશે ખટકો પડે છે તે જોતજોતામાં આપણે ચાલુ વ્યવહાર અટકી પડે છે, તેથી શરીર આરોગ્ય સાચવી રાખવા માટે તેના નિયમે સારી રીતે જાણવા અને તે મુજબ આચરવા પૂરતી કાળજી રાખવી જોઈએ. જેમાં હવાપાણી, શરીર અને વસ્ત્રાદિકની ચેખાઈ, ખુલ્લો પ્રકાર તથા સાફસુફતાવાળું નિવાસસ્થાન, ઉપરાન્ત પ્રકૃતિને માફક આવે એટલું અને એવું નિર્દોષ ખાનપાન કરવા પૂરતું લક્ષ, તેમજ શરીરમાં અસ્વસ્થતા જણાય તે લંઘન-ઉપવાસાદિક ઉપચાર કરવા ચૂકવું નહિ જોઈએ.
ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા–જે કે કેટલાંક સ્થળે જૈન પાઠશાળાદિક ખલેલી હોય છે, પરંતુ તેમાં જેવું જોઈએ એવું વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ અપાતું ન હેવાથી તે લગભગ નામની જ હોય છે. કેટલાક સ્થળે તે