________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૫ ]
અનીતિને ત્યાગ અને
નીતિને સ્વીકાર- નોતિ એ ધર્મના મજબૂત પાયેા છે અને નીતિવાન્ જ ધર્મ પ્રાપ્ત કરવા લાયક બને છે એ શાસ્રવચનને અંત:કરણથી સત્ય અવધારનારે તા અનીતિને વિષ કરતાં પણ અધિક હાનિકારક અને નીતિના સર્વથા સ્વીકાર કરવા હમેશાં લક્ષ રાખવાની જરૂર છે. ધ બિંદુ વિગેરે ઉત્તમ ગ્રંથામાં માર્ગાનુસારીપણાના ગુણાની શાસ્ત્રકારે જે વ્યવસ્થા બતાવી છે તેમાં આના સમાવેશ થઇ શકે છે. તેથી તે તરફ ષ્ટિ વાળવા ભવ્યાત્માઓને ખાસ સૂચના કરવામાં આવે છે.
હૃદયબળ-હિમ્મત-સુશ્રાદિક સદ્ગુણા ખીલવવાની જરૂર—-ગમે તેવાં મહાભારત કામ પણ હિમ્મત અને ખંતથી પાર પાડી શકાય છે. તેવા સદ્ગુણ્ણા આપણામાં પ્રગટાવવાની બહુ જરૂર છે, નાહિમ્મત માણસો કઇપણ મહત્ત્વનું કામ કરતાં અચકાય છે, પણ હિમ્મતખહાદુર જતા મહત્ત્વનાં કામ ઉત્સાહભેર આદરે છે અને તેને પાર પાડે છે. તે પાર પાડવા પાતે શક્તિવંત છે એવી તેમને શ્રદ્ધા હાય છે, તેથી તેઓ કઇક મહત્ત્વના કામ આદરે છે અને તેમાં વિઘ્ર આવે તા પણ તેથી ડર્યા વગર હિંમ્મતથી તેને વળગી રહી તે પાર પાડી શકે છે અને પેાતાના દાખલાથી ખીજાને હિમ્મત રાખવા શિખવે છે. આપણી વર્તમાન પ્રજામાં આ ગુણુ બહુ એછા પ્રમાણમાં દેખાય છે, તેના અનેક કારણેા પૈકી માતાદિકની અજ્ઞાનતા અને અવિવેકથી માળકાને ઉછેરવામાં જે અન્યાય મળે છે તે મુખ્ય દુ:ખદાયક કારણુ ગણાય છે. બચપણમાં બાળકો નિર્દોષ, આનદી અને રમતગમતમાં રહેતાં