________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૯ ] અમુક દિવસો સુધી એક યોગ્ય સ્થળે નિમંત્રણ કરી, ગોલાવી ત્યાં તેમને રસભરેલી શૈલીથી ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરી આપવામાં આવે છે તેનું ઘણું સુંદર પરિણામ વખત જતાં આવે એ તદ્દન સંભવિત લાગે છે. શરૂઆતમાં થોડીક મુશ્કેલી નડે ખરી પણ તે વેઠીને જે ખંતથી નિઃસ્વાર્થ પણે ઉકત કામ હાથ ધરવામાં આવે તો તેમાં બહુ સારી ફતેહ મળે એવી અમારી માન્યતા સહેતુક થયેલી છે. ખર્ચને માટે પણ વ્યવસ્થા થઈ શકે એમ છે, ફક્ત આ વાત ઉપર પુષ્કળ ઊહાપોહ કરી સહદય વિદ્વાન જનોએ આગેવાનીભરેલે ભાગ લેવા બહાર પડવું જોઈએ. જેન એજ્યુકેશનલ બોર્ડના માનવંતા સેકેટરીઓ તથા બીજા લાયક જૈન વિદ્વાનોએ આ બાબત ખાસ લક્ષમાં લેવા જેવી છે. યુવક વિદ્યાર્થીઓ નાસ્તિક જેવા થતા જાય છે, તેમને ધાર્મિક ક્રિયા તરફ બહુ જ ઓછો આદર હોય છે, એવા આક્ષેપ કરી ઠંડા પેટે બેસી રહેવામાં કશું હિત સમાયેલું નથી. જે જૈન યુવક વિદ્યાર્થીઓને ધર્મચુસ્ત બનાવવા ખરી ઈચ્છા જ હોય તો તે માટે ઉપર સૂચવ્યા મુજબ અથવા એવી જ કેઈ યેગ્ય વ્યવસ્થા કરી આપવા બની શકે તેટલો તન, મન, ધનનો ભોગ આપવા તત્પર થવું જોઈએ. પુરુષને કશું અસાધ્ય નથી જ. એ વાત રહેણમાં ઉતારી બતાવવાને સમય હવે આવી લાગે છે. નકામી સાચી ખોટી ટીકા કરવાથી કાંઈ વળવાનું નથી. નકામા વાદવિવાદ યા આક્ષેપો કરી ફેકટ કાળક્ષેપ કરવાને હવે સમય નથી. હવે તો કાર્ય કરી દેખાડવાનો જ સમય છે, તેથી સહદય જૈન વીરાએ ખરી વીરતા કરી બતાવવા ચૂકવું જોઈએ નહિ. १४