________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯ ] ૭. મૂખને પાંચ ચિહ્નો-ગવી, દુર્વચની, હઠી, અપ્રિયવાદી ઉપરાન્ત તે કેઈનું ગમે તેવું હિત-કથન માન્ય ન કરે.
૮. જન્મ જ નહીં થવા પામેલ, જન્મીને મરણ પામેલ અને મૂર્ખ એ ત્રણમાં પ્રથમના બે સારા, પણ છેલ્લો સાર નહીં, કેમકે પ્રથમના બે એક વખત દુખ કરે પણ છેલ્લો તો ડગલે ને પગલે દુઃખદાયી નીવડે, એ અનુભવથી સમજી શકાય છે.
૯ જેમનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવાને અનુગ્રહ પણ ભયંકર, કેમકે ક્ષણ વારમાં રાજી ને ક્ષણ વારમાં રૂછમાન કે તુષ્ટમાન થતાં જેમને વાર જ ન લાગે તેને શું ભરસો?
૧૦. “આ તો બાપને કુ” એવું બોલનારા મૂર્ખ ખારું પાણી પીએ છે.
૧૧. લક્ષમીના મદથી અંધ બનેલ હે મૂર્ખ ! તું દુઃખીને દેખી કેમ હસે છે? લક્ષમી સ્થિર થઈને નથી રહેતી એમાં આશ્ચર્ય જેવું શું દેખાય છે? તું તારી સામે કૂવાના રેંટની ઘડીએ જુએ છે. તેમાંથી ભરાયેલી ઘડીયે ખાલી થાય છે અને ખાલી થયેલી ઘડીએ પાછી ભરાય છે, એ જડ વસ્તુ ઉપરથી પણ કે સુંદર બોધ થઈ શકે છે? તેથી ચેતી લે. ચેતી લેવાય તે લાભ થાય.
૧૨. અવશ્ય ભાવી ભાવ(થનાર વિવિધ બનાવે)ને જે ઉપાય થઈ શકતો હતો તે નળરાજા ને ધર્મરાજા દુખેથી દૂર રહી શકત.
૧૩ જે લલાટમાં લેખ લખાયેલ હોય તે પ્રમાણે માણસને સુખ-દુઃખ (લાભ-હાનિ) સાંપડે છે, દેવ પણ તેને ટાળી