________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૧ ] ૨૨. ઉદ્યમ કર્યા છતાં જે ફળસિદ્ધિ થવા ન પામે તે પછી ભલે દેવને એલંભે દેવો. પુરુષાર્થ જનેએ કંટાળ્યા વગર યોગ્ય ઉદ્યમ કરવો કે જેથી દેવને યારી આપવી જ પડે.
૨૩. અનેક મહાપુરુષના ચરિત્ર વાંચી–સાંભળી–મનન કરી પુરુષાતનનું દઢ સેવન કરવા અને એનું આલંબન લેવા લક્ષ આપવું જોઈએ.
૨૪. કાયર ને વિજયની શંકાથી કાર્યને આદર જ કરતાં ડરે છે. મધ્યમ જને ફળની આશાથી કાર્યનો આરંભ તે કરે છે પરંતુ કંઈ વિધ્ર ઉપસ્થિત થતાં કાયરતાથી તે કાર્ય કરવાનું મુલતવી રાખે છે, ત્યારે ઉત્તમ જને પાકી ઢઢ શ્રદ્ધાથી નિ:શંકપણે ઉચિત કાર્યનો આરંભ કરી તેને ગમે તેટલા ભેગે પણ પાર પાડ્યા વગર વિરમતા નથી.
૨૫. આપણે સહુએ એવા દ્રઢ મનના થઈ કાર્યસિદ્ધિ કરવી ઘટે.
[જૈ. ધ. પ્ર. પુ. ૫૩. ૫. ૨૬૫ ]