________________
[ ૧૬ ]
શ્રી કપૂરવિજયજી ૮ ધૈર્ય, હિમ્મત અને ખંતભર્યા સુપ્રયત્નથી અશક્ય જેવા જણાતાં કાર્યો પણું શક્ય બને છે.
૯ દરેક માણસની એક પવિત્ર ફરજ છે કે પોતે પિતાને માટે તેમજ જગતને માટે કાંઈક કરવું જ જોઈએ. જે ન કરે તે તેને બેજે અન્યને શિરે પડે છે અને પોતે પૃથ્વીમાં ભારરૂપ ગણાય છે. - ૧૦ જે ફરજનું ભાન ભૂલાશે તે ઘાંચીના બળદની માફક એકની એક સ્થિતિએ રહેશે અથવા તદ્દન નીચે ગબડી પડશે, માટે દરેક માણસે પોતાના આત્માને ઉન્નત કરવા સારુ સામગ્રી એકઠી કરવી જોઈએ. અને આપણા તેમજ આસપાસનાઓ પ્રતિ ફરજ બજાવવી જોઈએ.
૧૧ સભ્યતાથી વિનયપૂર્વક સર્વની સાથે વર્તવું, પણ તેને અતિયોગ થાય તે ખુશામતખોરોમાં ખપીએ. મનુષ્યને સત્યવાદી થવા કરતાં પ્રિયવાદી થવાનું વધારે ગમે છે કે જેથી અન્યને ખોટું ન લાગે.
૧૨ સત્યના પાલનથી ધર્મનું રક્ષણ નહિ થાય તો શું સત્યના ઉલ્લંઘનથી થશે? નહિ જ. ભળતું બોલવાથી કદાચ બીજા માણસની પ્રીતિ આપણા ઉપર થાય તો તે કેવી-શું સાચી?
૧૩ સત્ય પણ પ્રિય અને હિતકર હોય તે જ વચન ઉચ્ચારવું જેથી સ્વપરનું અહિત થવા ન પામે. - ૧૪ પ્રિયનો આશ્રય કરી હિતકર ને સત્ય છોડી દેવાથી જ દેખાતે બધો દંભ પ્રવેશ પામે છે.
૧૫ જરૂરી સદ્દગુણ ધારણ કરીને, અન્ય જનેને અનુકરણ યોગ્ય બને એવું આચરણ સેવવું.