________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯૩ ] તપાસીને, સાવધાનતાથી ઉઘાડીને અંદર દાખલ થવું કે બહાર નીકળવું.
૫. ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર બ્રાહ્મણ વિગેરે યાચકાને પોતાની અગાઉ દાખલ થયેલા જોઇ, તેમને વટાવીને અંદર જવુ કે માગવું નહીં. ત્યાંસુધી એકાન્ત સ્થળમાં કોઇની નજરે ન પડાય તેમ ઊભા રહેવુ. જ્યારે જણાય કે તે સહુ આહાર લઈને કે લીધા વગર પાછા ચાલ્યા ગયા છે ત્યારે સાવધાનતાથી અંદર જવુ' અને હારવું.
૬. ત્યાં પણ ભિક્ષા માગતી વખતે કેાઈ શંકિત સ્થાન સામે જોયા કરવુ નહીં.
૭. સાવધાનતાથી મર્યાદાસર ઊભા રહી ભિક્ષા માગવી. જો શુદ્ધ પ્રેમભાવે ભિક્ષા આપે તે તે ગ્રહણ કરી ચાલ્યા જવું, તેમજ કદાચ ન આપે તે પણ ત્યાં કોઇને કઠાર વચન કહેવું નહીં. મર્યાદાસર રહીને જ ભિક્ષા માગવી.
૮. કોઈ ગામમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરવાસ કરનારા કે મહિના મહિના રહેનારા ભિક્ષુકા ગામેગામ ફરતા સાધુને એમ કહે કે < આ ગામ બહુ નાનુ છે અથવા સૂતક આદિને કારણે ઘણાં ઘર ભિક્ષા માટે બંધ છે; માટે આય બીજા ગામે પધારો ’ તા સાધુએ તે સાંભળી તે ગામમાં ભિક્ષા માટે ન જતાં ખીજા ગામે ચાલ્યા જવુ' અને ત્યાંથી ભિક્ષા મેળવી લેવી.
૯. ભિક્ષુએ અમુક ઠેકાણે જમણવાર છે એમ જાણી તેની આશાએ ભિક્ષા માટે ન જવુ, પરંતુ બીજી માજી નિર્દોષ
૧૩