________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી નથી ભાસતું અને છતાં ય આત્મપ્રાપ્તિ થાય છે, તે કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને આત્મપ્રાપ્તિ પણ નથી થતી.
૪. આમ આત્મપ્રાપ્તિ થવાની વિચિત્રતા બરાબર સમજીને સમજદાર પુરુષે અણસમજુને કહેવું કે “ભાઈ ! તું તારે આત્માનું સ્વરૂપ જ વિચાર. એમ કરવાથી બધા સંબંધને નાશ થશે.” ખરી વાત એ છે કે માણસ પ્રયત્નશીલ છે કે નહિં; કારણ કે કેટલાક જિનાજ્ઞાના વિરાધક હોવા છતાં ઉદ્યમવંત હોય છે, અને કેટલાક જિનાજ્ઞાના આરાધક હોવા છતાં ઉદ્યમહીન હોય છે.
ભિક્ષુક (સાધુ) સંબંધી આચાર ૧. સર્વ બાબતેમાં રાગ-દ્વેષ વગરના થઈને તથા પોતાના કલ્યાણ માટે તત્પર થઈને હમેશાં સંયમપૂર્વક વર્તવું એ જ ભિક્ષુ (સાધુ) કે ભિક્ષુણ(સાધ્વી)ના આચારની સંપૂર્ણતા છે.
૨. ભિક્ષુએ ક્ષત્રિયકુળ, ઈવાકુકુળ પ્રમુખ તથા વાળ, સુતાર વિ. અતિરસ્કૃત અને અનિંદિત કુળોમાં ભિક્ષા માગવા જવું.
૩. ભિક્ષુએ ભિક્ષા માગવા કોઈ અન્ય સંપ્રદાયના માણસ સાથે, ગૃહસ્થ સાથે કે પોતાના જ ધર્મના પણ કુશીલ સાધુ સાથે ન જવું આવવું, તથા તેમને આહાર ન દેવો કે દેવરાવવો. આ જ નિયમ સ્વાધ્યાયમાં, દિશાએ અને ગામ-પરગામ જતી આવતી વખતે પણ સમજી રાખવે.
૪. ભિક્ષુએ ગૃહસ્થના ઘરને બંધ કરેલા દરવાજે તેની રજા વગર તથા જીવજંતુ જોયા તપાસ્યા વગર ઉઘાડે નહીં કે અંદર દાખલ થવું નહીં. પ્રથમ તેની રજા લઈને તથા જેઈ–