________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૩ ]. ૧૪ મનમાં એક વાત અને બેલવામાં બીજી વાત એવી કુટિલતા જવા દઈ મનમાં હોય તે જ કહી દેવાની ટેવ પાડો.
૧૫ શ્રેષનો નાશ ષથી નહીં પણ પ્રેમથી થાય છે.
૧૬ બીજાનું ભલું કરવામાં તમે તમારી જાતને જેટલી જતી કરો તેટલું તે કામ વધારે સારું થાય અને પરિણામ પણ વધારે સારું આવે.
૧૭ દયા વિનાનું જીવન એ સાચું જીવન નથી પણ જીવતું મરણ છે. ૧૮ બીજાઓનું ભલું કરવામાં આપણું પણ ભલું થાય છે. .
૧૯ પ્રાપ્તશક્તિને પૂરો સદુપયોગ થાય તો જ શુભ ભાવના પૂરી ફળે છે.
૨૦ આપણી ભાવિ સ્થિતિનો આધાર આપણું અત્યારના વર્તન પર છે.
૨૧ એવી એક પણ વસ્તુ કે સ્થિતિ આ વિશ્વમાં નથી કે જેના તરફ એકનિષ્ઠા અને સર્વ ભાવથી ચાલનારો તેનાથી વંચિત રહે.
૨૨ જે કામ રામકૃષ્ણ કરી શકે તે કામ બીજે પણ લાયક થાય તે કરી શકે.
૨૩ આત્મશક્તિનો સર્વત્ર એક સરખો નિયમ વ્યાપી રહેલ છે.
૨૪ એવી એક પણ ટેવ નથી કે જે જીતી શકાય નહીં.
૨૫ તમારું જીવન કેમ દોરવવું અને ખીલવવું તે માત્ર તમે અને તમારા ધયેય વચ્ચેનો સવાલ છે, છતાં તમે