________________
[૧૬]
શ્રી વિજયજી તત્વમરૂપણની યોગ્ય રીત પદાર્થોની પ્રરૂપણાને માર્ગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદને આશ્રીને જ એગ્ય થાય છે. | ભાવાર્થ –પદાર્થોની અનેકાન્તદષ્ટિપ્રધાન પ્રરૂપણા યોગ્ય રીતે કરવી હોય તો જે જે બાબતે તરફ અવશ્ય ધ્યાન રાખવું ઘટે, તે તે બાબતને અહીં નિર્દેશ છે. એવી બાબતે આઠ છે, તે આ પ્રમાણે –
૧ દ્રવ્ય-પદાર્થની મૂળ જાતિ, ૨ ક્ષેત્ર-સ્થિતિક્ષેત્ર, ૩ કાળ સમય, ૪ ભાવ-પદાર્થગત મૂળશક્તિ, ૫ પયય-શક્તિના આવિર્ભાવ પામતા કાર્યો, ૬ દેશ-વ્યવહારિક જગ્યા, ૭ સંજોગઆજુબાજુની પરિસ્થિતિ અને ૮ ભેદ-પ્રકારે. દાખલા તરીકે ધ્યાન, ત્યાગ આદિ કોઈ પણ ચારિત્રનું કે તેના અધિકારનું નિરૂપણ કરવું હોય અગર આત્મતત્ત્વનું સ્વરૂપ બતાવવું હોય તે ઓછામાં ઓછું ઉપરની આઠ બાબત ઉપર બરાબર લક્ષ રાખવાથી જ તે વિશદ રીતે અને અબ્રાન્ત રીતે થઈ શકશે. માત્ર એક એક નયાશ્રિત સૂત્રમાં સંપૂર્ણ સૂત્રત્વની
માન્યતાથી આવતા દેશે ભાવાર્થ –કેઈપણ એક વસ્તુ પર જેઓ બધી દષ્ટિએને વિચાર કર્યા વિના એકાદ દષ્ટિને પકડી લે છે અને તે દષ્ટિના સમર્થક સૂત્રનો અભ્યાસ કરી પિતાને સૂત્રધર માની તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે તેમાં અનેકાન્તદષ્ટિગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે, તેમાં સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા