________________
[ ૧૮૮]
શ્રી કપૂરવિજયજી ગંભીર ચિંતન વિનાના બાહ્યાડંબરમાં આવતા દોષો
અર્થ_સિદ્ધાન્તમાં નિશ્ચિત નહીં થયેલે કેઈ જેમ જેમ બહુશ્રુતરૂપે મનાતે જાય અને શિષ્યસમુદાયથી વીંટળાતે જાય તેમ તેમ તે સિદ્ધાંતને શત્રુ બને છે.
જેઓ વ્રત અને તેના પિષક નિયમોમાં મગ્ન છે અને સિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના ચિત્તનનું કાર્ય છેડી બેઠા છે તેઓ નિશ્ચય દષ્ટિથી શુદ્ધ એવું વ્રત-નિયમનું ફળ જ જાણતા નથી.
વ્રત-નિયમો અને તેને લગતા વિવિધ આચામાં રત થઈ તવચિન્તનને છોડનારા એ વ્રત-નિયમ અને આચારના લાભથી વંચિત રહી જાય છે, એનું ફળ તત્ત્વનું યથાર્થ જ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદ રુચિ કેળવવી અને આત્મશુદ્ધિ કરવી એ છે.
હવે જે શાસ્ત્રચિન્તન જ છોડી દેવામાં આવે તો તેનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે. તે વગર તનું વિશદ જ્ઞાન વિશેષરૂપે કયાંથી જ સંભવે? એના વિના સમ્યગદર્શન અને આત્મશુદ્ધિ પણ અટકે, તેથી આત્મશુદ્ધિના અથી જીવોએ તત્વચિન્તન કદી પણ ન છોડવું.
જે સ્વતંત્રપણે તત્ત્વચિન્તન કરી ન શકે એવા હોય તેમણે છેવટે તેવા કોઈ યોગ્ય સમર્થ જ્ઞાનીની નિશ્રાસંનિધિ જરૂર સેવવી ઘટે.
એટલે તેવા ગ્ય ગુરુ વિગેરેને આશ્રય લઈ તત્વચિન્તનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું. એના વ્રત-નિયમને સફળ કરવાને એ રાજમાર્ગ છે. ગ્રંથકાર કહે છે કે-સિદ્ધાન્તના ચિન્તન વિનાને પુરુષ જેમ જેમ તેવા લોકોમાં બહુશ્રત