________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૯ ] તરીકે માન્ય થતો હશે અને તેવા જ શિને એકત્રિત કરી તેઓનો નેતા થતો જશે તેમ તેમ તે જેન સિદ્ધાંતને શત્રુ જ થશે.
બહતિ પણાની છાપ કે મેટો શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનના કારણ નથી. ઊલટા બાહ્ય આડંબર અને દંભ તેવા નિશ્ચિત જ્ઞાનના બાધક જ થાય છે. એકલા જ્ઞાન અને એકલી ક્રિયાનું અનુપયોગીપણું - ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાનશૂન્ય ક્રિયા એ બંને એકાતરૂપ હોઈ જન્મ-મૃત્યુના દુઃખથી મુકત કરવા અસમર્થ છે. પાછલી ગાથામાં ક્રિયા સાથે જ્ઞાનનું આવશ્યકપણું બતાવ્યું છે. અહીં એ બંનેનો સમન્વય સાધવા અનેકાંતદષ્ટિને ઉપચોગ કરવાની સૂચના છે.
આમાની શકિતઓનો એકસરખે વિકાસ સાધ્યા વગર કેઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહીં. એ આત્માની શક્તિએ મુખ્ય બે છે: એક ચેતના અને બીજી વીયર. એ બંને શક્તિ પરસ્પર એવી સંકળાયેલી છે કે એકના વિકાસ વગર બીજીને વિકાસ અધૂરો જ રહી જાય છે, તેથી બંને શકિતઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યનો વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. સૂઝ-જ્ઞાન–ભાન ન હોય તે જીવન એગ્ય રીતે કેમ ઘડાય ? અને જ્ઞાન હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તે તેથી જીવનને શો લાભ થાય? એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બંને એકાંત અર્થાત્ જીવનના છટા છુટા છેડાઓ છે. એ બંને છેડાઓ યોગ્ય રીતે ગોઠવાય તે જ