________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૫ ] ને સમન્વય કરે છે તે પ્રતીત્ય વચન છે, કારણ કે જે સમયમાં જે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય તે સમયમાં તે તે રૂપે જ છે. ભૂત અને ભવિષ્ય પર્યાયે સાથે તે ભજના એટલે ભેદ પણ છે. | ભાવાર્થ-જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત્ વસ્તુના વાસ્તવિક બેધપૂર્વક બોલવામાં આવે તે પ્રતીત્ય વચન એ જ વચન આપ્રવચન છે. આમ હોવાથી જ વર્તમાન પયયન ભૂતભાવી સાથે અને ભૂત-ભાવી પયોધનો વર્તમાન સાથે સમન્વય દર્શાવનાર વાક્યને જ પ્રતીત્ય વચન કહેલ છે.
વાદભૂમિમાં ઉતરનાર વાદી જે અનેકાંતદષ્ટિ રાખ્યા વિના તેમાં ઉતરે તો તે કદી સફળ ન થાય. ઊલટું અસવાદી ઠરે, હારે અને શિષ્યની નિંદાનું પાત્ર બને. એનું આમાં સમર્થન છે. કેઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલ પિતાના સાધ્યને જે એકાન્તરૂપે જે તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તોડી પાડે છે અને તે હાર ખાય છે. આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે એકાન્તદષ્ટિએ સાધ્ય કર્યું હોત તે ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ ખુલ્લું છે, માટે વાદમાં ઉતરનાર અનેકાન્તદષ્ટિએ જ સાધનો ઉપન્યાસ કરે કે જેથી તે કદી ન હારે. વળી તેને અનિશ્ચિત-સંદિગ્ધરૂપે વાદગાઝીમાં મૂકવામાં આવે તો તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ એવા બધા સભ્યોની દષ્ટિમાં ઉતરી પડે છે, તેથી માત્ર અનેકાન્તદષ્ટિ જ રાખવી એટલું જ બસ નથી પણ તે સાથે અસંદિગ્ધ વાદીપણું પણ વાદાકીમાં આવશ્યક છે.