________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૧] બહેનેએ મુખ આગળ અષ્ટપટ રૂમાલને ઉપયોગ જરૂર રાખો.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૪૬ ]
સારા ગ્રંથોની કિંમત ઉત્તમ પુસ્તકોના વાંચન-શ્રવણ-મનન કરવાથી ગમે તે મનુષ્ય પણ પોતાના જ્ઞાનમાં, ચારિત્ર્યમાં અને સામર્થ્યમાં કેટલે બધો વધારો કરી શકે છે ? તમે તેને લાભ લે અને તમારાં બાળકોને પણ લેવા દ્યો. જે બાળકોના હાથમાં સારાં ઉપયોગી પુસ્તકો આવે છે તેઓ ગરીબમાં ગરીબ હોય તો પણ તેનાં વાંચન-મનનથી બહુ સારું શિક્ષણ મેળવી શકે છે. એથી ગમ્મત સાથે જ્ઞાન મળે છે અને સારો આનંદ પણ ઉપજે છે.
સારા વાંચનાર કેવા હેય જે માણસ ઉત્તમ અને વિશેષ જ્ઞાન મેળવીને તેને પોતાના વર્તનમાં ઉતારે છે તે જ ખરો વાંચનાર છે. બીજા તે શબ્દો જ યાદ રાખી અંદરનું સત્વ પચાવતા નથી. જે એક પુસ્તકને સરસ ઉપયોગ કરી જાયે હોય તો તેનાથી અભુત લાભ મળી શકે છે. અને કાર્યશક્તિનું યથાર્થ ભાન થાય છે અનેક નટો પાઠ ભજવે છે પણ તેનું હૃદય કઈક જ જાણે છે તેની પેઠે મહાન ગ્રંથકારોના હૃદય યથાવત્ થોડા જ ઓળખે છે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૭૨ ]
સાચેસાચ સુખી થવાના સૂચનો ૧ મનુષ્યના વિકાસમાં આડે આવનાર માત્ર તેનું અજ્ઞાન છે.