________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] વિવેકપૂર્વક અને શાંતભાવે કયારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતનો અનુભવ ક્યારે કરીશ? ને કર્મને સત્વર નાશ કયારે કરીશ?
હે ભગવાન્ ! નવ તત્વ ભયે પણ નવતત્વમય ન થયા, ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતર શત્રુને સમાસ કરતાં ન શિખ્યા,
વીશ દંડક વાંચ્યાં-વિચાર્યા અને અવલોકયા પણ અંદરના દંડ મેં ન તજ્યા, જીવનના પાંચશે ત્રેસઠ ભેદ વાંચ્યા, વિચાર્યા પણ અભેદમય ન થયા, કર્મગ્રંથ વાંચ્યા, પણ કર્મની પ્રકૃતિને અહોનિશ વિચાર કરી પોતાનામાંથી તે પ્રકૃતિઓને ત્યાગ કરવા સમર્થ ન થયે, ઘણું સિદ્ધાંત અને શાસ્ત્રો વાંચ્યાં પણ તે બધા ભારરૂપ થયાં, સત્સંગ કર્યો પણ સત્ય જ્ઞાન ન થયું, સદ્દગુરુ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી કદાગ્રહ ન તળે, હે સર્વજ્ઞ ! આપના ચારિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચનશ્રવણ માત્ર થયું, કારણ કે ભ પણ ગળે નહિ તેની માફક જાણ્યું પણ આદર્યું નહિ તેથી શું થાય ?
સર્વજ્ઞ હિંસા કરે નહિ તે હું સર્વસને ઉપાસક થઈ કેમ કરું ? સર્વજ્ઞ અસત્ય બેલે નહિ તે હું કેમ અસત્ય બેલું ? સર્વજ્ઞ અદત્ત લે નહિ તે હું સર્વસને પુત્ર થઈ અદત્ત કેમ લઉં ? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહિ તે હું કેમ કરું ? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા તો હું પરિગ્રહ કેમ રાખું ? સર્વજ્ઞ ક્રોધાદિક કષાય કરે નહિ તે હું કેમ કરું ? સર્વજ્ઞ અઢાર પાપસ્થાનક સેવે નહિ તે હું તેમને પુત્ર થઈ તેમના શત્રુરૂપ એવા અઢાર પાપસ્થાનકની સેવા કેમ કરું ? અહાહા? કેટલી બધી મારી ભૂલ છે ? કે