________________
લેખ સંગ્રહ : ૮
[ ૧૬૯ ] મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રમાણિક્તામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે અને મારું સ્વરૂપ પરિગ્રહ રહિત છે, એમ ચિંતવી વસ્વરૂપમય કયારે થઈશ ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બલવું એ મારી ફરજ છે, પ્રમાણિકપણે વર્તવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે અને પરિ ગ્રહ રહિત થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારો વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા ગ્ય છે, એવી ખબર પાકે પાયે ક્યારે પડશે? અને સંવર એ જ સુખ છે એમ ક્યારે જાણવામાં આવશે?
હું મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉ ગમાં છું કે નહિ? એમ જ્યારે વિચારણા થશે.? મારામાં ક્ષમા-સહનશીલતા, માર્દવતા અને કરુણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ?
આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મેક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, તે યથાર્થ કયારે જાણવામાં આવશે?
સંતનું શરણ, સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભક્તિ, સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરુબુદ્ધિ અને અહોનિશ સંતના સંગની જ ઈરછા કયારે જાગૃત થશે? સદ્દગુરુ એ જ તરણતારણ, સદ્દગુરુ એ જ દેવ, સદ્દગુરુ એ જ મોક્ષમાર્ગના દાતા, સદગુરુ એ જ પરમમિત્ર,