________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] અધ્યાત્મ ભાવના, અહે પ્રભુ ! મને એવી દશા અપેનિશ ક્યારે જાગ્રત થશે કે તારા ગુણને અખલિત પ્રેમ ઉતપન્ન થાય અને તારા પ્રત્યે અત્યંત ભક્તિ પેદા થાય કે જેના પસાયથી આ દુનિયા ઉપર રાગ ઓછો થાય ? તારાં વચને પર પૂર્ણ શ્રદ્ધા
ક્યારે થશે કે જેથી તારી આજ્ઞા ફૂલની માળાની પેઠે હું મસ્તક ઉપર ધરું ? તારી કરુણા, તારી ક્ષમા, તારી શાન્તિ, તારું જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થ કથન, તારી અપૂર્વ પરોપકારવૃત્તિ અને તારી અત્યંત સહનશીલતા જોઈ તેવા સદ્દગુણે વડે ક્યારે વાસિત થઈશ ? અને પરપુદ્ગલ પર ઉદાસીનવૃત્તિ ક્યારે ઉત્પન્ન થશે કે જેથી હું નિજ સ્વરૂપમાં જ રમું? –તેનો ભેદભાવ ભૂલી હું તે તું અને તું તે હું આવી અખંડ એક્યતા ક્યારે ઉત્પન્ન થશે? અને તેના અપૂર્વ સુખને અનુભવ ક્યારે પ્રાપ્ત થશે ? તારી ક્ષમા જે તારા જેવી ક્ષમા કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ ? તારી દયા જોઈ મારામાં એવા દયાના અંકુરો ક્યારે પ્રગટ થશે ? તારી પોપકાર બુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવને શાસનરસિક કરવાની ઈચછા-ભાવના ક્યારે જાગ્રત થશે ?
તું જ ધ્યેય તું જ સેવ્ય, તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, તું જ દેવ, તું જ ગુરુ, તું જ ધર્મ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તું જ જ્ઞાતિ, તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ ક્યારે થશે ? તું અને હુંનો ભેદ તૂટી અભેદ ચિંતવન ક્યારે થશે ? તુહિ, તૃહિ, તુંહિ અને તું