________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૯૫] મહાવીર પ્રભુના જીવન દાખલે લઈ વિચારવાથી મનની બેટી ખળખંચ મટી શકશે.
૧૦ રાગ-દ્વેષાદિક ભાવ-રાગે સજ્ઞાનથી મટે છે અને ચિત્તની શુદ્ધિ ને પુષ્ટિ સક્રિયાથી થઈ શકે છે, તેથી જ સદુજ્ઞાન અને ક્રિયા બંનેને આદરવા ગ્ય કહ્યાં છે.
૧૧ સમ્યક્ત્વધારી પાપક્રિયામાં પાછો અને ધર્મક્રિયામાં આગળ પડતો રહે છે.
૧૨ જ્યાં રહેવાથી લાભને બદલે હાનિ જ થવા પામે તે સ્થાને વધારે રહેવું ન જોઈએ.
૧૩ બ્રહ્મચર્ય યા શીલવ્રતને મહિમા અજબ છે તેથી વધારે પરિચિત થવા માટે બ્રહ્મચર્યવિચારાદિક શાન્તિથી વાંચી બને એટલું જીવન સફળ કરે. અનેક ઊગતા રોગોથી બચવા એ અકસીર ઉપાય છે. બીજા મુગ્ધ ભાઈ બહેનને તેની કિંમત સમજાવી જેમ તેઓ તેનો લાભ લેતા થાય તેમ સુજ્ઞ જજોએ પ્રયત્ન કરવો.
૧૪ આપણામાં લુબ્ધતા ને લંપટતા પ્રવેશી ભારે હાનિ કરે તે પહેલાં ચેતવું.
૧૫ તમારું દુઃખ ટાળવા સશકત જણાય તેની પાસે જ ખરી હકીકત પ્રકાશજે.
૧૬ જે ક્ષણિક સુખ પાછળ ભારે દુઃખ સહેવાં પડે તેવા સુખથી દૂર રહેજે.
૧૭ સાત્વિક ગુણને બહુ સંભાળપૂર્વક સાચવી રાખજે.
૧૮ નિર્દભપણે ધર્મસાધન કરનારને જગતમાં કંઈ પણ વસ્તુ અસાધ્ય નથી.