________________
[ ૧૬૮]
શ્રી કપૂરવિજયજી જ એમ અખંડ ચિંતવન રોમરોમમાં ક્યારે આવિર્ભાવ પામશે? ત્વમેવાણું, ત્વમેવાઉં, ત્વમેવાણું–આવી અભેદતા પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા વિષરૂપ, પથરરૂપ, દુઃખરૂપ, બંધનરૂપ, કારાગૃહરૂપ તથા તજવા
ગ્ય જાણી, તેના ઉપર નીરાગીપણું તથા ઉદાસીનપણું ક્યારે થશે ? તારામાં જ અખંડ પ્રેમ, તારામાં જ અખંડ ભક્તિ, તારામાં જ અખંડ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતા બુદ્ધિ, તારામાં જ વિવબુદ્ધિ ક્યારે થશે ? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય ક્યારે લાગશે ? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, તારી પેઠે દુ:ખીયા પર દ્રવ્યથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રમોદતા, તારી પેઠે મધ્યસ્થતા, તારી પેઠે નિઃસ્વાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ, તારી પેઠે અત્યંત કરુણા અને તારી પેઠે અત્યંત વીતરાગીપણું મારા હૃદયમાં ક્યારે જાગૃત થશે?
ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઈચછા કયારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધા સુખ ઝેર જેવાં કયારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દોષ પ્રગટ કરવાનો ત્યાગ કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તથા પિતાની ભૂલ તરફ દષ્ટિ કરતાં ક્યારે શિખીશ? હું સર્વથી અધિક અધમાધમ છું એવો નિશ્ચય કયારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ?
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પોતાના કર્મને ભક્તા છે, આત્માને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે. આ છ મહાવાક્યો મારા હૃદયમાં નિરંતર કયારે જાગૃત થશે ? અને હું તે પ્રમાણે સમજી સર્વ જીવોને કયારે સમજાવીશ?