________________
[ ૧૭ ]
શ્રી કરવિજયજી મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, તેને સંગ કરું છું, પણ હવે તેમ નહિ કરતાં મારે તેમને ત્યાગ કરવો જોઈએ.
હે પ્રભુ તું કમળ હું ભ્રમર તું ચંદ્ર હું ચકર, તું સૂર્ય હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય હું સેવક તું ધ્યેય હું યાતા; તું પિતા હું પુત્ર; તું ગુરુ હું શિખ્ય; તું દેવ હું ઉપાસક, એમ તારી અનન્ય ભક્તિ મને જ્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા ! આ સંસારમાં તારા વિના મારું કઈ સગું નથી, તારા વિના અન્ય કોઈ મિત્ર નથી, તારા વિના અન્ય કઈ રક્ષક નથી, તારા વિના અન્ય કેઈ સત્ય માર્ગદર્શક નથી; માટે હું તારું જ શરણ ગ્રહણ કરીશ ને હું તારી જ સેવા કરીશ. ' હે પ્રભુ ! તારાં વચને સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને ક્યારે ગ્રહણ કરીશ ? આ કેમ આમ નથી કરત? એવો વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણતો? આ કેમ આવાં કામ કરે છે ? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ, પણ નિંદા નહિ કરું. હું બહારને ડેળ ધારણ કરી દાંભિકપણું ધરીશ નહિ. હું શુદ્ધ ભક્ત થઈશ, પણ ખાટે ઠગ થઈશ નહિ. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણીને મલિન કરીશ નહિ. હે પ્રભુ ! તારા આશ્રમને કલંક લગાડીશ નહિ. તારી વાણીને નિંદાવીશ નહિ. તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહિ. તારી સેવાનો અનાદર કરીશ નહિ ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તો લઈશ નહિ. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ. તારી આશાતના તજ
મળી
છે. તારી વારે સવા
લઈ