________________
[ ૧૬૨ ]
શ્રી કપૂરવિજયજી અરુચિ ન થાય. આવા નિર્મોહી મહાત્મા પુરુષને ખરેખર ધન્યવાદ ઘટે છે.
૩૦ આ તે કઈ જાતને રાગ કે મેરુપર્વત કરતાં અધિક ભેજન અને સમુદ્ર કરતા અધિક જળ આપણે ભવાંતરથી ખાતા–પીતા આવ્યા છતાં તેના ઉપર અરુચિ આવતી નથી? કયારે તેનાથી તૃમિ વળે? ખરી ત્યાગ વૈરાગ્યદશા જાગવાથી વળે.
૩૧ જે તમે મહત્વતાને અખંડિત જ રાખવા ચાહતા હે તે કઈ પાસે જઈને કઈ ઐહિક ક્ષણિક વસ્તુની યાચના કરશે જ નહિ.
૩૨ ધર્મકરણે તેના પ્રવેશકને સહજ અઘરી લાગે ખરી પણ નિત્ય અભ્યાસગે તે સુલભ થઈ શકે છે અને ભવિષ્યમાં ઠીક ફળદાયક બને છે. - ૩૩ જે સદગુરુઓએ આ જન્મમાં અમૂલ્ય બોધ આપી આપણી ઉપર પરમ ઉપકાર કર્યો છે તેને બદલો તેમની ગમે તેટલી તાબેદારી કર્યા છતાં વળે નહીં. એ જ રીતે માતાપિતાદિકના ઉપકાર આશ્રી સમજી લેવાનું છે.
૩૪ દૂધમાં ઘીની પેઠે આપણા દેહમાં આત્મા ગુપ્તપણે રહેલ છે
૩૫ ધર્મનું મૂળ વિનય અને પાપનું મૂળ લોભ-વ્યસન સમજી રાખે
૩૬ જ્યાં સુધી જરાવસ્થા આવી નથી, વ્યાધિઓ વધી નથી અને ઇન્દ્રિયની શક્તિ ઘટી નથી ત્યાં સુધી ચેતી લઈ બને તેટલું ધર્મસાધન કરી લેવું ઉચિત છે.