________________
[ ૧૬૦ ]
શ્રી કરવિજયજી ૧૧ માન-અભિમાનને ટાળવા મૃદુતા-નમ્રતાને સારી રીતે આદર કરવો ઘટે. ( ૧૨ માયા-કપટવૃત્તિ તજવા એક નિર્દોષ બાળક જેવી સરલતા આદરવી ઘટે.
૧૩ લેભ-તૃષ્ણને અંત કરવા અમૃત સમી સુખકારી સંતોષવૃત્તિ સેવવી ઘટે.
૧૪ રાગ-દ્વેષના વિકારને વારવા સુવિવેકભરી સમતાનું જ સેવન કરવું ઘટે.
૧૫ દાવાનળ સમા ક્રોધથી જીવ ક્ષણમાં કરી કમાણી ગુમાવી બહુ દુઃખી થાય છે.
૧૬ મિથ્યા અભિમાનથી જીવ રાવણની પેઠે જગતમાં દુઃખી દુખી થઈ જાય છે.
૧૭ માયાજાળ ગૂંથનાર જીવ પોતે જ તેમાં સપડાઈ અંતે ભારે દુઃખી થાય છે.
૧૮ લેભ-તૃષ્ણાને અમર્યાદ પણે સેવનારને અંતે દુઃખને પાર રહેતો નથી.
૧૯ રાગ-દ્વેષની કલુષતા કાયમ રહેવાથી અમૃતસમું શમસુખ સાંપડતું નથી.
૨૦ તત્વજ્ઞાનયુક્ત વૈરાગ્યના અભ્યાસથી ઉક્ત દોષપરંપરા દૂર થઈ શકે છે.
૨૧ સ્વચ્છેદે ચાલનારા કોના મનોરથ પૂરા થઈ શકે છે અને દુર્નિવાર્ય કાળની વિટંબનાથી કયાં બચી શકાય છે? તેનાથી કોઈ બચી શકતું નથી.