________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી ગમે એવી કારમી મુશ્કેલીઓ કે વિષમ વેદનાઓ વચ્ચે પણ અણનમ અખંડ રહે છે એટલું જ નહીં પણ વિશેષ બળવાન અને જવલંત બને છે.
સ્વર્ગનો વૈભવ પણ પ્રેમને આકર્ષી શકે નહિ તો પછી પૃથ્વીવભવનું શું ગજું? પ્રેમ તો કેવળ પ્રેમથી આકર્ષાય છે. શુદ્ધ પ્રેમને સત્તા પણ ન નમાવી શકે.”
પ્રેમ શરત કે સારું કરે નહિ. પ્રેમ સદા ને સર્વત્ર વિજયી બને છે. કંઈ મેળવી લેવું એવું એના સ્વભાવમાં નથી. પ્રેમ લેવા કરતાં દેવાનું, મારવા કરતાં હસતે મુખડે મરવાનું શિખે છે. જાતે સહન કરવું એ પ્રેમને સ્વભાવ છે, અને દિનરાત એકધારું અપણ કરવું એ પ્રેમને આત્મા–જીવનમંત્ર છે. પ્રેમના અવાજની ગતિને કઈ પણ રૂંધી શકતાં નથી. પ્રેમની મુંગી આશિષ, પ્રેમને છુપે સંદેશ જડ ચેતનના હૈયાને પણ હચમચાવી મૂકે છે. પ્રેમ કઈ પાર્થિવ પદાર્થની નહીં પણ શુદ્ધ પ્રેમની જ આશા કરે છે. તે આશાથી જીવે છે અને તેમાં જ પરિણમે છે. પ્રેમ કઈ બજારૂ વસ્તુ નથી કે જેને દ્રવ્ય ખરીદી શકે. પ્રેમને કોઈ સત્તા પણ નમાવી ન શકે, પ્રેમ પોતે નિર્ભય છે, પ્રેમ અમર્યાદ છે, તે કઈ મર્યાદા સ્વીકારતા નથી. પ્રેમ પ્રભુ સ્વરૂપ છે, શુદ્ધ-વિશુદ્ધ સર્વ દોષવર્જિત છે.
સાર ભાવના–ઉક્ત પવિત્ર ગુણ રત્નોનું સુંદર રહસ્ય શાન્તિથી સમજી લઈ, તેમને અંગાંગી ભાવે આદરી આપણું જીવનને સાર્થક-સફળ કરવું ઘટે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૪]